<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th July 2026

ચૂડાની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની 147 વિદ્યાર્થીનીને થયેલ ફ્રુડ પોઇઝનીંગ અંગે સંચાલકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ

બાળકીઓને આપવામાં આવતા ભોજનમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી હોવાનો આક્ષેપ

સુરેન્દ્રનગરના ચૂડાની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમા ગઈકાલ શુક્રવારે ફ્રુડ પોઇઝનીંગનો કેસ બનવા પામ્યો હતો. 147 વિદ્યાર્થીનીને ફ્રુડ પોઇઝનીંગની અસર થવા પામી હતી. આ બાબતે,  ચુડા પોલીસ મથકમાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના સંચાલકો વિરૂદ્ધ જાણવા જોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બાળકીઓને આપવામાં આવતા ભોજનમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીનીઓને ખાવા માટે આપવામાં આવેલ ખીર, ભાખરી, દાળ ઢોકળીના નમુના લેબમાં મોકલાયા છે. રિપોર્ટ આવ્યા બાદ કસુરવારો સામે કાર્યવાહી થશે .

(11:23 AM IST)