<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

મહુવા માર્કેટિંગ યાર્ડમાં બે દિવસની તેજી બાદ લાલ ડુંગળીના ભાવમાં મોટો ઘટાડો

આવક વધતાં લાલ ડુંગળીના ભાવ ગગડીને રૂ.350થી 600 સુધી બોલાયા: ડુંગળીના ભાવમાં ઘટાડો થતાં ખેડૂતોની મુશ્કેલી વધી

ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડમાં બે દિવસની તેજી બાદ લાલ ડુંગળીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. ડુંગળીની આવકમાં ધરખમ વધારો થતાં યાર્ડમાં અંદાજે 65 હજાર કટ્ટાની આવક થઈ છે. આવક વધતાં લાલ ડુંગળીના ભાવ ગગડીને રૂ.350થી 600 સુધી બોલાયા છે. બીજી તરફ, ડુંગળીના ભાવમાં ઘટાડો થતાં ખેડૂતોની મુશ્કેલી વધી છે. મોંઘા બિયારણ, ખાતર અને ખેતીના ખર્ચ સામે પૂરતા ભાવ ન મળતાં ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.

 ખેડૂતોના જણાવ્યા મુજબ ડુંગળીના પરિવહન પાછળ પણ મોટો ખર્ચ થતો હોવાથી વધુ નુકસાનના ડરે તેઓ નીચા ભાવે પણ ડુંગળી વેચવા મજબૂર બન્યા છે. એક તરફ ઉત્પાદન ખર્ચ સતત વધી રહ્યો છે તો બીજી તરફ બજારમાં યોગ્ય ભાવ ન મળતાં ખેડૂતોની આર્થિક મુશ્કેલીમાં વધારો થયો છે.

(8:59 PM IST)