<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

દીવ અને ગીર સોમનાથ માટે વરસાદનું રેડ એલર્ટ જાહેર : વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી

રાજ્યના એક ડઝન જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ

ભારતીય હવામાન વિભાગે દીવ અને ગીર સોમનાથ માટે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. આગામી ત્રણ કલાક માટે વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 15 મીમી સુધી વરસાદ થઈ શકે છે. 60 કિ.મી સુધી પવન ફૂંકાઈ શકે છે. આ સિવાય રાજ્યના એક ડઝન જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.  અમરેલી, ભરૂચ, ભાવનગર, છોટા ઉદેપુર, દાદરાનગર હવેલી, દમણ, ડાંગ, જૂનાગઢ, નર્મદા, નવસારી, સૂરત, વાપી, વલસાડ માટે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે.  

(7:18 PM IST)