તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 11th September 2026
ગોંડલમાં ચકચારી હત્યા કેસનું રીકન્ટ્રક્શન : 5 આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ પોલીસે કર્યું સીન રીક્રિએટ : જુઓ વિડિયો
આઇકોનિક મેળા દરમિયાન થયેલી હત્યા મામલે LCB સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે : લોકોના ટોળા ઉમટ્યા

ગોંડલ: ગોંડલમાં આઇકોનિક મેળા દરમિયાન થયેલી ચકચારી હત્યાના કેસમાં આજે પોલીસે મોટી કાર્યવાહી કરી હતી. હત્યા કેસના પાંચેય આરોપીઓને સાથે રાખીને ગોંડલ પોલીસ અને LCB ની ટીમે ઘટનાસ્થળે જઈને રીકન્ટ્રક્શન કરાવ્યું હતું.
મળતી વિગતો મુજબ, મેળામાં થયેલી બોલાચાલી બાદ યુવકની હત્યા કરવામાં આવી હતી. આ ગુનામાં પકડાયેલા પાંચ આરોપીઓને કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ઘટનાસ્થળે લાવવામાં આવ્યા હતા. પોલીસે કઈ રીતે હત્યાને અંજામ આપ્યો, કોણે શું ભૂમિકા ભજવી તે અંગેનું આખું સીન રીક્રિએટ કરાવ્યું હતું.
રીકન્ટ્રક્શન દરમિયાન ગોંડલ સીટી પોલીસ, LCB અને SOG સહિતનો મોટો કાફલો હાજર રહ્યો હતો. ઘટનાસ્થળે લોકોના ટોળા પણ એકત્ર થઈ ગયા હતા. પોલીસે આ રીકન્ટ્રક્શનના આધારે વધુ પુરાવાઓ એકત્ર કર્યા છે અને હવે ચાર્જશીટ તૈયાર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.(તસ્વીર:ભાવેશ ભોજાણી-ગોંડલ)
(4:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
