<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd October 2026

સુરેન્‍દ્રનગર ચિરોડા ગામની દેશીદારૂની ભઠ્ઠી ઉપર રેન્‍જની ટીમ ત્રાટકી : ૧૩ લાખનો મુદ્દામાલ કબ્‍જે

૧૦,ર૧૦ લીટર આથો, દેશીદારૂ અને ૩ વાહનો સાથે ર શખ્‍સોને ઝડપી લેવાયા

તસ્‍વીરમાં પકડાયેલ બન્ને શખ્‍સો (નીચે બેઠેલા) સાથે રેન્‍જની ટીમ નજરે પડે છે. 

રાજકોટ, તા. ર૪ :  સુરેન્‍દ્રનગર જિલ્લાના આણંદપુર પોલીસ સ્‍ટેશનના ચિરોડા (ઠાંગા) ગામની સીમ શેઢે આવેલ વીડના ખરાબામાં તથા લાડુ ડેમ કાંઠે દેશીદારૂની ભઠ્ઠી ઉપર રાજકોટ રેન્‍જની ટીમે દરોડો પાડી ૧૩.૩૩ લાખના મુદ્દામાલ સાથે બે શખસોને ઝડપી લીધો હતા.

નાયબ પોલીસ મહાનિરીક્ષક  નિર્લિપ્ત રાય ગેરકાયદેસર પ્રોહિબીશન તથા જુગારની પ્રવળતિ કરનારા ઇસમો વિરુધ્‍ધ કડક કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય જે અન્‍વયે રાજકોટ રેન્‍જના પો.ઇન્‍સ. અપૂર્વ પટેલના માર્ગદર્શન મુજબ રાજકોટ રેન્‍જના પો.સબ.ઇન્‍સ. પી.એન.મોરી, બી.સી.મિયાત્રા,  એસ.પી.ગોહિલ,  એ.વાય.ઉધાસ તથા સ્‍ટાફના યોગેન્‍દ્રસિંહ ચુડાસમા, ધર્મેન્‍દ્રસિંહ વાઘેલા, હિતેશભાઇ જોગરાણા અજયવીરસિંહ ઝાલા, દિલીપસિંહ સીંધવ, ફતેસંગ પરમાર, રાજુભાઈ પઢેરીયાને મળેલ હકિકત આધારે સુરેન્‍દ્રનગર જિલ્લાના આણંદપુર પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના ચિરોડા (ઠાંગા) ગામની સીમના શેઢે આવેલ વીડના ખરાબામાં તથા લાડુ ડેમના કાંઠે દેશીદારુ બનાવવાની ભઠ્ઠી ચાલુ હોય હકિકત વાળી જગ્‍યાએ રેઇડ કરતા દેશી દારૂ લી.૨૪૦ કિ.રૂ.૪૮,૦૦૦/-, આથો લી.૧૦૨૧૦ કિ.રૂ.૨,૫૫,૨૫૦/-, ટ્રોલી સહિતનું ટ્રેકટરE.NO.MUDSN 1722562S3 તથા C.NO.3100MN64 B1694055F31, બોલેરો પીકપ ગાડી E.NO. MA1ZN2N2TNKN1K96248 તથા C.NO.TNN1K16707, મારુતિ ઇકો કાર નં. GJ36L4973 તથા દેશી દારુ બનાવવાના અન્‍ય સાધનો મળી કુલ રૂ.૧૩,૩૩,૩૫૦/- ના મુદ્દામાલ સાથે હાજર મળી આવેલ આરોપીઓ (૧) દિનેશ ગાંડુભાઇ ભાલીયા રહે. ચિરોડા (ઠાંગા), તા. ચોટીલા જિ.સુરેન્‍દ્રનગર (૨) ચકુ ધુડાભાઇ ઓત્રાદી રહે.ચિરોડા (ઠાંગા), તા. ચોટીલા જિ.સુરેન્‍દ્રનગર નાઓને ધોરણસર અટક કરેલ તેમજ હાજર નહીં મળી આવેલ આરોપીઓ (૩) જયંતિ દેવશીભાઇ ચૌહાણ રહે. ચિરોડા (ઠાંગા), તા.ચોટીલા જિ.સુરેન્‍દ્રનગર તથા (૪) ફરીદા જયંતિભાઇ ચૌહાણ રહે. ચિરોડા (ઠાંગા), તા. ચોટીલા જિ.સુરેન્‍દ્રનગર નાઓ મળી કુલ ૪ આરોપીઓ વિરુધ્‍ધ સુરેન્‍દ્રનગર જિલ્લાના આણંદપુર પોલીસ સ્‍ટેશન ખાતે ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.

(2:58 PM IST)