તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 27th October 2026
પોરબંદર પોલીસ પરિવાર આયોજિત શરદપૂર્ણિમા રાસોત્સવમાં રામભાઈ મોકરીયા ઉપસ્થિત
પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ નવરાત્રીના ૯ દિવસ સુરક્ષાની કડક જવાબદારી નિભાવવાની સાથે સાથે પરંપરા-સંસ્કળતિના જતન માટે પોલીસ પરિવાર દ્વારા નવતર સાંસ્કળતિક પહેલ

રાજકોટ તા.૨૭: પોરબંદર જિલ્લા પોલીસ પરિવાર દ્વારા પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ મુખ્યાલય ખાતે ‘‘શરદ પૂર્ણિમા રાસોત્સવ''નું આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રીના ૯ દિવસ સુધી સતત અને સુચારૂ રીતે બંદોબસ્તની કામગીરી પૂર્ણ કર્યા બાદ ૧૦મા દિવસે પોલીસ પરિવાર માટે વૈભવી ગરબી અને સાંસ્કળતિક કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે રાજ્યસભાના પૂર્વ સાંસદ રામભાઈ મોકરીયા અતિથિવિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન આદ્યશક્તિ માતાજીની મહાઆરતી કરવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત સૌએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ મુખ્યાલયના પ્રાંગણમાં પરંપરાગત ગરબા અને રાસની અદભુત રમઝટ જોવા મળી હતી
સુરક્ષાની કડક જવાબદારી નિભાવવાની સાથે સાથે પોતાની પરંપરા અને સંસ્કળતિના જતન માટે પોલીસ પરિવાર દ્વારા કરવામાં આવેલી આ નવતર સાંસ્કળતિક પહેલની પૂર્વ સાંસદ રામભાઈ મોકરીયાએ સરાહના કરી હતી.પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ શ્રેષ્ઠ બંદોબસ્ત અને આ સુંદર આયોજન બદલ પોરબંદર પોલીસ પરિવારને અભિનંદન પાઠવ્યા હતા
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
