<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

૪ મહિના પહેલા જ પરણેલા ગોંડલના ગુંદાળાના ૨૨ વર્ષના રામ બાંભવાનું ઘરમાં બેભાન થયા બાદ મોત

રૂમ અંદરથી બંધ હતોઃ ગોંડલ હોસ્‍પિટલમાં દમ તોડયોઃ મૃતદેહનું ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ

રાજકોટ તા. ૧: ગોંડલના ગુંદાળામાં  રહેતાં ૨૨ વર્ષના યુવાનનું ઘરમાં બેભાન થઇ ગયા બાદ મોત થતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે. ચાર મહિના પહેલા જ આ યુવાનના લગ્ન થયા હતાં. મોતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે મૃતદેહને ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ માટે રાજકોટ ખસેડયો હતો.

જાણવા મળ્‍યા મુજબ ગુંદાળા ગામમાં રહેતો રામભાઇ બાબુભાઇ બાંભવા (ઉ.વ.૨૨) નામનો યુવાન ગઇકાલે બપોરે જમ્‍યા બાદ રૂમમાં સુવા માટે ગયો હતો. સાંજે સાત સુધી તે જાગીને ન આવતાં પરિવારજનો તપાસ કરવા ગયા ત્‍યારે દરવાજો અંદરથી બંધ હોઇ ખખડાવવા છતાં નહિ ખોલતાં દરવાજો તોડીને જોતાં તે પલંગ પર બેભાન હાલતમાં જોવા મળ્‍યો હતો.

પરિવારજનોએ તુરત જ તેને ગોંડલ હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડયો હતો. પરંતુ તબિબે તેને મૃત જાહેર કરતાં પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. મૃત્‍યુ પામનાર રામભાઇ બે ભાઇ અને બે બહેનમાં મોટો હતો અને તેણે અગ્રીકલ્‍ચરમાં ગ્રેજ્‍યુએશન કર્યુ હતું. તેના પિતા બાબુભાઇને ચાની હોટેલ હોઇ રામભાઇ ત્‍યાં ક્‍યારેક બેસતો હતો. કરૂણતા એ છે કે ચાર મહિના પહેલા જ તેના લગ્ન ઘોઘાવદરની બંસીબેન સાથે થયા હતાં. હાલ બંસીબેન માવતરે આટો મારવા ગયા હતાં. રામભાઇનું મૃત્‍યુ હાર્ટએટેકથી થયું કે અન્‍ય કારણે? તે જાણવા ગોંડલ તાલુકા પોલીસે મૃતદેહનું ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું છે. યુવાન દિકરાના મૃત્‍યુથી પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે

(12:02 PM IST)