તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th April 2026
મતદાનને લોકશાહીની અસલ તાકાત ગણાવતા રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ મતાધિકાર ઉપયોગ કરી નાગરિક ફરજ નિભાવી
સાંસદ કેસરીદેવસિંહ ઝાલા વાંકાનેર ખાતે નિર્ધારિત મતદાન કેન્દ્ર પર પહોંચ્યા અને મતદાન પ્રક્રિયામાં સહભાગી બન્યા .

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : સ્થાનિક સ્વરાજ્યની મજબૂત વ્યવસ્થા માટે વધુમાં વધુ મતદાનને લોકશાહીની અસલ તાકાત ગણાવતા રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આજે પોતાનો મતાધિકાર ઉપયોગ કરી નાગરિક ફરજ નિભાવી હતી.
ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા યોજાયેલી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત મોરબી જિલ્લામાં સવારથી જ મતદાન માટે ઉત્સાહજનક માહોલ જોવા મળ્યો હતો. આ લોકશાહી મહોત્સવમાં ભાગ લેવા માટે સાંસદ કેસરીદેવસિંહ ઝાલા વાંકાનેર ખાતે નિર્ધારિત મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતા અને મતદાન પ્રક્રિયામાં સહભાગી બન્યા હતા.
મતદાન બાદ તેમણે જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ લોકશાહીનું મૂળ આધારસ્તંભ છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે દરેક મતદારે પોતાનો મત આપવો ખૂબ જ આવશ્યક છે. તેમણે તમામ નાગરિકોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરીને લોકશાહીને મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો હતો
(8:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
