News of Saturday, 20th June 2026
રાજકોટ વિજિલન્સ ટીમનો સપાટોઃ બાઇકથી રેકી કરી કચ્છના ભદ્રેશ્વર ગામેથી ઝડપી ૧ કરોડની વીજ ચોરી
ગયા વર્ષે અહીંથી જ ૮૦ લાખની ચોરી ઝડપાઈ હતીઃ વારંવાર વીજ ચોરી કરનાર કંપનીઓના અન્ય સરકારી રજીસ્ટ્રેશન બ્લેક લીસ્ટ કરી કડક પગલાં ભરવા જરૂરી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૦: ગુજરાત ઉર્જા વિકાસ નિગમ અને રાજકોટ વિજિલન્સ ટીમ દ્વારા મંગળવારે રાત્રે કચ્છના મુન્દ્રા તા.ના ભદ્રેશ્વર મધ્યે ચેકિંગ હાથ ધરી ૧.૦૫ કરોડની વીજચોરી ઝડપી પાડી હતી.
આ વીજ ચોરી અંગે બાઈક ઉપર બે ઇજનેરોએ રેકી કરતા વીજ ટ્રાન્સફોર્મરમાંથી સીધું જોડાણ મેળવેલુ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ ટીમે સયુંક્ત દરોડો પાડી વીજ ચોરી ઝડપી હતી. મોટી રકમની આ વીજ ચોરીનું જોડાણ શૈલેષ શામજી ડાંગર ના નામે હતું. જોકે, ચોંકાવનારી વાત એ છે કે ગયા વર્ષે ૨૦૨૫ માં અહીંથી જ ૮૦ લાખની વીજચોરી ઝડપાઈ હતી. જે અંતર્ગત ગયા વર્ષે રકમ ભરી માંડવાળ કરાઈ હતી પરંતુ ફરીવાર વીજચોરી ઝડપાતા કોર્ટ કેસ કરાયો છે. જોકે, વારંવાર લાખોની વીજચોરી કરતા કારખાના માલિકો સામે અન્ય ઔદ્યોગિક રજીસ્ટ્રેશન રદ્દ કરી વધુ આકરા પગલાં ભરવા જોઈએ.(
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
