તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 30th September 2026
ગોંડલના ચરખડી પાસે અકસ્માતમાં રાજકોટના આરએમસીના કર્મચારીનું મોત
વાડીએથી પરત ફરતા'તાને બાઇકને કારે હડફેટે લેતા ભીખુભા ભટ્ટીનું મોત

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૩૦:ગોંડલ તાલુકા નાં ચરખડી ગામ નજીક જયસન કારખાના પાસે કાર અને એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારી અને ચરખડી રહેતા ભીખુભા પથુભા ભટ્ટી (ઉંમર ૫૮ વર્ષ)નું મોત થયું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ, ભીખુભા પોતાની વાડીથી GJ-03-NH-4222 નંબરનાં એક્ટિવા પર ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન ચરખડી ગામ તરફથી આવતી ઞ્થ્-03-MR-7736 નંબરની કાર ચાલકે એકટીવા ને હડફેટે લેતા સર્જાયેલા
અકસ્મતમાં ભીખુભા ને ગંભીર ઈજાઓ થતાં૧૦૮ મારફતે વાડોદરિયા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે કળષ્ણા હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું કરૂણ મોત નીપજ્યું હતું.
માહિતી મુજબ, કારચાલક ચરખડી ગામમાં મેડિકલ સ્ટોર ચલાવે છે અને તેઓ ગોંડલ ખાતે પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા.
અકસ્માત નો ભોગ બનેલા ભીખુભા રાજકોટ મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગ હેઠળ ભાદર સિંચાઈમાં હેલ્પર તરીકે ફરજ બજાવતા હતા અને તેમની નોકરીમાં નિવળતિ ને હજુ અંદાજે બે વર્ષનો સમય બાકી હતો.તેમને સંતાન મા બે પુત્ર હોવાનું જાણવાં મળેલ છે. ઘટનાના પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો. બનાવ અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
