<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd May 2026

તળાજામાં માતા-પિતાની હત્‍યા રાજકોટ રહેતા પુત્ર અને પુત્રવધુએ કર્યાનો ધડાકો

હત્‍યા કર્યા બાદ અકસ્‍માતમાં ખપાવવા શોર્ટસર્કિટના કારણે આગમાં ભડથુ થયાની સ્‍ટોરી ઘડી' તીઃ રૂપિયાના મામલે ખૂની ખેલ કર્યો તો

(મેધના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૨: ભાવનગર જિલ્લાના તળાજા શહેરીજનો મા છેલ્લા ૧૧ દિવસ થી સોની દંપતિ ના મોત ના મામલે ચકચાર મચાવતા બનાવ  પરથી આખરે પડદો ઉચકાયો છે.પોસ્‍ટમોર્ટમ રિપોર્ટ મા સોની દંપતી નું મોત કોઈ અકસ્‍માત કે આગ ને કારણે નહિ પરંતુ ગળું દબાવી,ઇજાઆ ેકરી હત્‍યા કર્યા નો ઘટઃસ્‍ફોટ થયો છે.સાયન્‍ટિફિક પુરાવોઓ ને ધ્‍યાને લઇ તળાજા પોલીસે મળતક કિશોરભાઈ ના સાળા,મળતક રેખાબેન ના સગાભાઈ ની ફરિયાદ નોંધી છે. ફરિયાદી એ મળતક દંપતિ ના પુત્ર અને પુત્રવધુ  એટલે કે ફરિયાદીએ પોતાનાજ ભાણેજ અને ભાણેજ વહુ વિરુદ્ધ રૂપિયા ના મામલે હત્‍યા કર્યા નો અને હત્‍યા ને અકસ્‍માતમા ખપાવવા નો આરોપ લગાવ્‍યો છે.

   સગા માં-બાપ ની પુત્ર અને પુત્રવધુ એ હત્‍યા કરી અને તેને અકસ્‍માત મા ખપાવી દીધાબાદ સગા મામા જ ભાણેજ અને ભાણેજ વહુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવે તેવો રાજ્‍યનો લગભગ પ્રથમ બનાવ ભાવનગર જિલ્લાના તળાજા ખાતે સોની પરિવાર મા બન્‍યો છે.

 ફરિયાદ નોંધાયાબાદ પણ અનેક રહસ્‍ય સાથે સનસનાટી મચાવતી ઘટના ની મળતી વિગતો મુજબ ગત.૧૯ એપ્રિલ ના રોજ રાત્રીના ૩ વાગ્‍યા ના અરસામા તળાજા પોલીસે મળેલ કોલ ના આધારે શહેર ના રામટેકરી રોડ વિસ્‍તારમાં વર્ષોથી રહેતા જીવનની ૬ સદી વટાવી ચૂકેલા કિશોરભાઈ વેલજીભાઈ વૈઠા અને તેના પત્‍ની રેખાબેન ની નગ્ન અવસ્‍થામાં પથારી મા અડધી બળેલ લાશ કબ્‍જે લઈ મોત નું કારણ જાણવા ભાવનગર ફોરેન્‍સિક સાયન્‍સ વિભાગમાં મોકલી આપેલ હતી.બનાવ સમયે મળતક દંપતિ નો પુત્ર વિમલ,પુત્રવધુ હેતલબેન અને સગીર પૌત્રી રાજકોટ થી અહીં તળાજા આવ્‍યા હતા.જેમાં રાત્રે ૧૧.૩૦ કલાક આસપાસ પુત્ર વિમલ મિત્રો સાથે ત્રાપજ ગોળો ખાવા અને ધારડી ચા પીવા ગયો હતો. જયારે પુત્રવધુ હેતલબેન અને  પૌત્રી ઉપર ના માળે સુતાહતા.જેને લઈ

 પોલીસ દ્વારા આરોપી પુત્ર ના મિત્રો જે બનાવ ની રાત્રે સાથે હતા તેઓની પૂછપરછ, જ્‍યાં જ્‍યાં ગયા હતા ત્‍યાંના સીસીટીવી કેમેરા,મોબાઈલ ના આધારે ટાવરડમ્‍પ સહિત ને તપાસવાનું શરૂ કર્યું હતું.

 દંપતિ ની બારમાની વિધિ પૂર્ણ થતાંજ પોલીસ ને મળેલ સાયન્‍ટિફિક પુરવાના આધારે કિશોરભાઈ નું ગળું દબાવી,તેના પત્‍ની રેખાબેન ને ઇજા સહિતની બાબતો મોત નું કારણ પોસ્‍ટમોર્ટમ રિપોર્ટ મા મળતા પોલીસે મળતક કિશોરભાઈ ના સાળા જે મૂળ પાલીતાણા ના રાણપરડા ગામના રહેવાસી છે ને હાલ સુરત ના ત્રિકમ નગર,શ્રીજી સોસાયટી ખાતે રહેતા અને સંગીતકાર તરીકે વ્‍યવસાય મરતાં રાજેશભાઈ દામજીભાઈ રાણીંગા ઉ.વ.૫૨ ને બોલાવી સમગ્ર ઘટના થી વાકેફ કરેલ હતા.જેને લઈ સગા મામા એ પોતાના બહેન બનેવી ને પોતાનાજ ભાણેજ વિમલ કિશોરભાઈ વૈઠા અને તેના પત્‍ની હેતલબેન એ સાથે મળી હત્‍યા કર્યા ના આરોપ સાથે ફરિયાદ નોંધાવી છે.

 ફરિયાદ મુજબ ફરિયાદી ને બનાવ ને લઈ પહેથીજ શંકા હતી.વિમલ પોતાના પિતા કિશોરભાઈ પાસે રૂપિયા ની વારંવાર માગણી કરતો હતો.વિમલ ઉપર દેવું વધી જતાં મકાન,દુકાન અને માતા રેખાબેન ના ઘરેણાં વેચી ને પણ રૂપિયા આપવા ની માગણી કરતો હતો.તેને લઈ અવાર નવાર ઝઘડા થતા હતા.મિલ્‍કત પચાવી પાડવા માટે સગા દીકરા એ માતા પિતા ની હત્‍યાકરી, બાદ સળગાવી દીધા નો આરોપ લગાવ્‍યો છે. પોલીસે બી.એન.એસ કલમ ૧૦૩(૧),૨૩૮ર્(ી),૩(૫) મુજબ ગુન્‍હો નોંધી હત્‍યારા પુત્ર અને પુત્રવધુ અંગે તપાસ હાથધરી છે.

હત્‍યાનો પ્‍લાન રાજકોટ જ ઘડી ને આવ્‍યા હતા?

મળતક સોની દંપતી ને સંતાન મા ૪ દીકરી અને ૧ દીકરો વિમલ છે.વિમલ છેલ્લા ચારેક વર્ષ થી રાજકોટ પત્‍ની હેતલબેન અને સગીરપુત્રી સાથે રહેતોહતો. સોનીકામ ન વ્‍યવસાય સાથે સંકળાયેલ હતો.તેમની વિરુદ્ધ છેતરપીંડી કરતો હોવાની એક પોસ્‍ટ પણ વાયરલ એક સમયે થઈ હતી.માતા પિતા સાથે રૂપિયા ના મામલે ઝગડો ચાલતો હતો તેવા વાતાવરણ વચ્‍ચે બનાવ ના ત્રણ દિવસ પહેલા તળાજા આવ્‍યા હતા.ભગુડા, બગદાણા,સાળંગપુર સહિતના સ્‍થળે ફોર વહીલ મા ફરવા લઈ ગયા હતા.બાદ ત્રીજા દિવસે સાળંગપૂર થી રાત્રે દસેક વાગ્‍યે આવ્‍યા બાદ હત્‍યા ને અંજામ આપ્‍યો હતો.રાજકોટ થીજ માતા પિતા ની હત્‍યા નો સમગ્ર પ્‍લાન ઘડી ને આવ્‍યા હોય લાગી રહ્યું છે.

ઠંડે કલેજે માતા પિતા ની હત્‍યાબાદ મિત્રો સાથે ફરવા ગયો

રેખાબેન અને કિશોરભાઈ નો એકનો એક પુત્ર વિમલ અને તેની પત્‍ની એ સાળંગપુર થી રાત્રે દસેક વાગ્‍યે આવ્‍યા હતા.એ સમયે વિમલ એ મિત્રો ને રાત્રે ૧૧ વાગ્‍યા બાદ ચા પીવા જવાનું છે તેમ કહ્યું હતું. ઠંડે કલેજે હત્‍યા કર્યા બાદ પુત્ર વિમલ મિત્રો સાથે લગભગ ૧૧.૩૦ ના સુમારે ફરવા નીકળી ગયો હતો. રાત્રે લગભગ ૧.૩૦ ના સુમારે તેમની ઉપર કઈંક બળી રહ્યા નો ફોન આવ્‍યો હતો.બાદ થોડી વાર રહીને બીજો ફોન આવ્‍યા બાદ તે મિત્રો સાથે ઘરે તળાજા આવવા રવાના થયો હતો.

પોલીસ ને કહ્યું હું ન જોઈ શકું મને ડર લાગે

આગ ની જાણ ફાયર ને થતા તળાજા ફાયર ટીમ આવી ગઈ હતી.સાથે નજીક માજ હોમગાર્ડ જવાનો ફરજપર હોય બનાવ ની જાણ પોલીસ ને કરી હતી.જેને લઈ પો.ઇ વી.આર.ચાવડા સ્‍ટાફ સાથે આવ્‍યા હતા.તેઓએ પુત્ર વિમલ ને પોલીસ સાથે અંદર આવવાનું કહેતા હું નહિ આવું,મને ડર લાગે,હું ન જોઈ શકું તેમ કહેલ. બહાર અંદર શુ બન્‍યું છે તેવાત થી તે અને તેની પત્‍ની અજાણ હોવાનો અને આરોપી હેતલબેન બેભાન થઈજતી હતી.

માતાપિતાની હત્‍યાકરી બજારમા પાણીપુરી,ગોલા ખાતો જોવા મળ્‍યો

જે વ્‍યક્‍તિ ના માતા પિતા નું અચાનક જ આકસ્‍મિક નિધન થાય.તે વ્‍યક્‍તિ ગામમાં પાણીપુરી ખાવા ન જાય.મોત નો મલાજો પાળે. તેની સામે બનાવ ના ત્રીજા જ દિવસે સાંજે વિમલ ગાંધીજીના બાવલે પાણી પુરી ખાતો જોવા મળ્‍યો હતો. બાદ પાંચમા દિવસે ગોળાની ડિશ લેતો જોવા મળ્‍યો હતો.

 ‘ગાળ કેમ દેવાય'? SP ને રજુઆત કરી હતી.

સોની દંપતિ ની જે રીતે લાશો જોવા મળી હતી.એ જોઈને પહેલેથીજ પોલીસ ને પુત્ર અને પુત્રવધુ પર શંકાહતી.એટલે પોલીસ તપાસ ના કામે ગઈ ત્‍યારે પોલીસે ગેરવર્તન કર્યા ની રાવ લઈ આરોપી પતિ પત્‍ની ભાવનગર જિલ્લા પોલીસ વડા સમક્ષ રજૂઆત કરવા દોડી ગયા હતા.એટલુંજ નહિ એક દિવસ સાંજે મહિલા આરોપી પોલીસ મથકે પહોંચી પોલીસ અધિકારી ને ઉધડો લેવાનો પ્રયાસ કર્યો હતો.

આગ ડાયપરથી લગાવાઈ ?!

આરોપીએ કોઈ ક્રાઈમ સ્‍ટોરી જોઈબુદ્ધિપૂર્વક માતા પિતા ની હત્‍યા ને અંજામ આપ્‍યો હોવો જોઈએ નું માનવામાં આવે છે.પહેલા અલગ અલગ સ્‍થળે હત્‍યા કર્યા બાદ બંને ને એકસાથે નગ્ન હાલત મા સુવરાવી દેવામાં આવ્‍યા બાદ આગ થી મળત્‍યુથયું હોય તેમ પોલીસ ને આડેપાટે ચડાવવા માટે ની ઉપર ઉપર થી આગ લગાવી હતી.એ આગ લગાવવા માટે ડાયપર નો ઉપયોગ કરવામાં આવ્‍યો હોવાનું રિપોર્ટ આવીરહ્યું છે.એ ડાયપર અહીંના મેડિકલ માંથી રાત્રે જ ખરીદવામાં આવ્‍યું હતું.

(10:49 AM IST)