News of Thursday, 7th May 2026
સાયલામાં ખનીજ માફિયાઓ પર રાજકોટ ફ્લાઈંગ સ્ક્વોડની ત્રાટકી : 5 ડમ્પરો ઝડપાયા: 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત
સુદામડા રોડ પર રોયલ્ટી ઇન્સ્પેક્ટર આઇ.એ.ઝાલા અને ટીમ દ્વારા આકસ્મિક ચેકિંગ દરમિયાન બ્લેક્ટ્રેપ ખનીજનું ગેરકાયદે વહન કરતા 5 ડમ્પરો ઝડપી લેવામાં આવ્યા

સુરેન્દ્રનગરના સાયલા પંથકમાં બેફામ બનેલી ખનીજચોરી ડામવા માટે રાજકોટ ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડે લાલ આંખ કરી છે. સુદામડા રોડ પર રોયલ્ટી ઇન્સ્પેક્ટર આઇ.એ.ઝાલા અને ટીમ દ્વારા હાથ ધરાયેલા આકસ્મિક ચેકિંગ દરમિયાન બ્લેક્ટ્રેપ ખનીજનું ગેરકાયદે વહન કરતા 5 ડમ્પરો ઝડપી લેવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન ત્રણ ડમ્પરો પાસે રોયલ્ટી પાસ ન હોવાથી તેમને સીઝ કરવામાં આવ્યા હતા, જ્યારે અન્ય બે ડમ્પરોમાં ક્ષમતા કરતા વધુ ખનીજ ભરેલું હોવાથી દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. અંદાજે 1 કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ખનીજ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરતા વાહન માલિકોમાં ફફડાટ ફેલાયો છે. જોકે, સ્થાનિક તંત્રના નાક નીચે રાજકોટની ટીમની આ સફળ કામગીરીએ સ્થાનિક અધિકારીઓની કાર્યશૈલી સામે પણ અનેક સવાલો ઉભા કર્યા છે.
(1:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
