તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Tuesday, 19th May 2026
ગોંડલના ગેંગરેપના ચકચારી કેસમાં ત્રણ આરોપીને સજાઃ ચોથા આરોપીની ઓળખ સાબિત નહી થતા છૂટકારો
ગ્રામ-પંચાયતના પદ માટે આરોપીને ખોટી રીતે સંડોવી દેવાયાની એડવોકેટ તુષાર ગોકાણીની સફળ રજુઆત આરોપી લખમણ ચાપડીને શંકાનો લાભઃ ત્રણને ૨૦ વર્ષની સજા

રાજકોટ, તા.૧૯: ગોંડલ તાલુકાના કોલીથડ ગામે સને-૨૦૨૦માં થયેલ સામુહિક દુષ્કર્મ (ગેંગરેપ)ની ઘટનામાં ગોંડલની સ્પેશ્યલ સેશન્સ કોર્ટ દ્વારા આરોપી લખમણ ચાવડીયાને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરેલ છે. જયારે અન્ય ત્રણ આરોપીઓને અદાલતે ૨૦ વર્ષની સજા ફટકારી હતી.
આ કેસની હકીકત એવી છે કે, સપ્ટેમ્બર-૨૦૨૦ માં રાત્રીના નવેક વાગ્યાના અરસામાં ગોંડલ તાલુકાના કોલીથડ ગામે સગીરા પોતાના ઘરની બહાર નીકળીને સામેના ઘરે બાથરૂમ કરવા જઈ રહી હતી. ત્યારે ચાર અજાણ્યા શખ્સો આવીને સગીરાને મોઢે ડુચો મારી હાથ-પગ પકડી ઉચકીને બાજુમાં આવેલ અવાવરૂ ખુલ્લા પ્લોટમાં લઈ જઈ તેમની ઉપર વારાફરતી ત્રણ શખ્સોએ દુષ્કર્મ ગુજારેલ હતુ જયારે એક શખ્સ બહાર ઉભો રહી ધ્યાન રાખતો હતો એટલામાં સગીરાએ બુમાબુમ કરતા સગીરાના પરીવાજનો આવી જતાં અને ઘટના સ્થળેથી જ એક આરોપીને ઝડપી લીધો હતો જયારે અન્ય શખ્સો નાસી છૂટયા હતા.
આ બનાવની ફરીયાદ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં સગીરાના પિતા દ્વારા ૪ શખ્સો વિરૂધ્ધ નોંધાવતા પોલીસ દ્વારા તમામ ને (૧) જાકીર ઉમરભાઈ મલ્લા રહે.ગરનાળા, તા.ગોંડલ, જી.રાજકોટ (૨) અલફાઝ ઉર્ફે અલ્તુ હાજીભાઈ ઘાડા રહે. કોલીથડ (૩) ઉમેદ પ્રકાશભાઈ મકવાણા રહે. કોલીથડ (૪) લખમણભાઈ હિમાભાઈ ચાવડીયા રહે. કોલીથડ વાળાની ધરપકડ કરી જેલ હવાલે કરી દીધેલ હતા અને તમામ પુરાવાઓ એકત્ર કરી, પંચનામાઓ કરી, સાહેદોના નિવેદનો નોંધી, અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવેલ હતું.
ચાર્જશીટ રજૂ થયા બાદ આરોપી નં. ૪ તરીકે જોડેલ લખમણભાઈ હિમાભાઈ ચાવડીયાએ સૌરાષ્ટ્રના ખ્યાતનામ એડવોકેટ તુષાર ગોકાણીને પોતાના બચાવઅર્થે વકીલ તરીકે રોકેલ હતા જે કેસ ચાલતા દરમ્યાન વકીલશ્રી ગોકાણી દ્વારા આરોપી તરફે પોલીસ તપાસની થીયરીને પ્રથમથી જ પડકારી આરોપી દ્વારા તેની સામેનો સંપૂર્ણ ગુન્હો નકારવામાં આવેલ હતો. તેમજ આરોપી લખમણ નિર્દોષ હોવાના કથનને સાચુ ઠેરવવા પ્રોસીકયુશન દ્વારા તપાસવામાં આવેલ પંચો, તબીબો, પોલીસ સાહેદો, ભોગ બનનાર તથા ફરીયાદીની વિસ્તળતપણે ઉલટ તપાસ કરવામાં આવેલ હતી તેમજ ભોગ બનનારે પ્રોસીકયુશનના કેસથી સંપૂર્ણ અલગ જ હકીકતો ઉલટ તપાસ થકી રેકર્ડઉપર લાવેલ હતી.
પ્રોસીકયુશનનો પૂરાવો પૂર્ણ થતાં બંને પક્ષો દ્રારા લંબાણપૂર્વક દલીલો કરવામાં આવેલ હતી. જેમાં બચાવ પક્ષે પોકસોના કાયદામાં આરોપીની દોષીત માનસીકતા સબબનુ અનુમાન આરોપી વિરૂધ્ધ કરી શકાય નહીં. જેથી સમગ્ર પૂરાવો ધ્યાને લેતા પ્રોસીકયુશન વિરૂધ્ધ આરોપી વિરૂધ્ધનો કેસ સાબીત થયેલ ન હોય આરોપી લખમણ ચાવડીયાને નિર્દોષ છોડી મુકવા દલીલો કરાયેલ હતી.
કેસના રેકર્ડ ઉપર પુરાવાનુ મૌખીક, લેખિત તથા દસ્તાવેજી પુરાવાઓ તથા વડી અદાલતોના ચૂકાદાઓનુ ઝીણવટ પૂર્વકનું મુલ્યાંકન કર્યા બાદ અદાલત એવા તારણ પર આવેલ હતી કે ફરીયાદ પક્ષ દ્વારા આરોપી લખમણ વિરૂધ્ધ જે પુરાવો આપવામાં આવેલ છે તે વિશ્વાસપાત્ર અને માનવા લાયક નથી, આરોપી લખમણે ભોગ બનનારની જાતીય સતામણી કરી જાતીય હુમલો કરવા અંગેનો લેશમાત્ર પુરાવો રેકર્ડ ઉપર આવતો નથી. જયારે ભોગબનનારે જુબાનીમાં આરોપી તરીકે રાજુ નામના વ્યકિતનો ઉલ્લેખ કરેલ છે અને આરોપી લખમણનુ નામ રાજુ હોવાનો કોઈ પુરાવો પોલીસ મેળવી શકેલ નથી તેથી આરોપી તરીકે રહેલ લખમણ જ રાજુ છે તેવુ શંકા રહીત પુરવાર થઈ શકેલ નથી, જેથી કેસના તમામ પાસાઓનો તુલનાત્મક અભ્યાસ કર્યા બાદ કેસની હકીકતો તથા બચાવપક્ષની દલીલો તથા આરોપી લખમણ તરફે બચાવપક્ષે રજૂ કરેલ ચૂકાદાઓ ગ્રાહય રાખી આરોપી લખમણ ચાવડીયાને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવાનો ચૂકાદો આપેલ હતો. જયારે અન્ય ત્રણને સજા ફટકારી હતી.
આ કામમા આરોપી લખમણ હિમાભાઈ ચાવડીયા વતી સૌરાષ્ટ્રના ખ્યાતનામ ધારાશાષાી તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, ઉઝેર કુરેશી, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, વિરમ ધ્રાંગીયા, નદિમ ધંધુકિયા, વિશાલ કૌશીક, ભૂમિકા નંદાણી, દિવ્યમ દવે, નૈમીષ રાદડીયા, કેવિન ભીમાણી, મળત્યુંજય જોષી, જયદેવસિંહ જાડેજા, હીરલ નિમાવત રોકાયેલ હતા.
તુષાર એમ.ગોકાણી
નિર્દોષ છૂટેલ આરોપીના એડવોકેટ
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
