તા. ૧૦ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૩ ગુરૂવાર
News of Tuesday, 22nd September 2026
જસદણમાં જવેલર્સની દુકાનમાંથી સોનાના દાણાની ચોરી કરનાર રાજકોટનું દંપતિ પકડાયુ
વેપારીની નજર ચૂકવી ૧ લાખની કિંમતના ૭૦ દાણાની ચોરી કરી'તીઃ રૂરલ ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધા

રાજકોટ તા. રર :.. જસદણમાં જવેલર્સની દુકાનમાંથી ૧ લાખના સોનાના દાણાની ચોરીનો રૂરલ ક્રાઇમ બ્રાંચે ભેદ ઉકેલી રાજકોટના દંપતિની ધરપકડ કરી હતી.
મળતી વિગતો મુજબ જસદણ પોલીસ સ્ટેશનમાં ગત તા. ૧૮ ના રોજ ફરીયાદી જેન્તીભાઇ બાલુભાઇ થડેશ્વર, રહે. જસદણ, આનંદધામ સોસાયટી, વિંછીયા રોડની જસદણ શહેર ખાતે ચામુંડા જવેલર્સ નામની દુકાનમાં એક મહિલા આરોપી તેના પતિ સાથે સોનાના દાણા (નાકમાં પહેરવાના દાણા) ખરીદવાના બહાને ફરીયાદીની દુકાન આવી ૭૦ જેટલા સોનાના દાણા, જેનું કુલ વજન આશરે ૧૦ ગ્રામ તથા અંદાજિત કિંમત રૂા. ૧ લાખ જેટલી થાય છે. વેપારીની નજર ચૂકવી ચોરી કરી લઇ ગયાની ફરીયાદ થતા રૂરલ એસ. પી. વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ રૂરલ ક્રાઇમ બ્રાંચે સીસીટીવ ફૂટેજના આધારે ચોરી કરનાર દંપતિ વલ્લભભાઇ મનજીભાઇ કાવઠીયા તથા તેની પત્ની શોભનાબેન વા-ઓ વલ્લભભાઇ કાવઠીયા બન્ને રહે. રાજકોટ, વેલનાથપરા, રણુજા મંદિર સામે, લાપાસરી રોડ, તા. જી. રાજકોટને (૧) સોનાના દાણા (નાકમાં પહેરવાના) નંગ-પ૯ કુલ વજન ૭ ગ્રામ ૬૮૦ મીલી ગ્રામ કિ. રૂા. ૯૬,૭૬પ તથા હોન્ડા સાઇન બાઇક રજી. નં. જીજે-૦૩-એનઆર-૬૭૪૮ કિ. રૂા. પ૦ હજાર મળી કુલ ૧,૪૬,૭૬પ ના મુદામાલ સાથે પકડી પાડી પુછતાછ કરતા ચોરીની કબુલાતે આપતા બન્નેની ધરપકડ કરી જસદણ પોલીસને હવાલે કર્યા હતાં.
આ કાર્યવાહી એલ. સી. બી. રાજકોટ ગ્રામ્યના પીઆઇ જે. પી. રાવ, પીએસઆઇ કે. એમ. ચાવડા, પીએસઆઇ એચ. સી. ગોહીલ, પીએસઆઇ આર. વી. ભીમાણી, પીએસઆઇ પી. એન. ભરવાડ, એએસઆઇ બાલકૃષ્ણભાઇ ત્રિવેદી, એએસઆઇ અમિતસિંહ જાડેજા, એચ.સી. ધર્મેશભાઇ બાવળીયા, એચસી જીતેન્દ્રભાઇ ગોહીલ એચસી વાઘાભાઇ આલ, પીસી અમિતદાન સુરૂ તથા પીસી અશોકભાઇ ડાંગર, પીસી ભાવેશભાઇ મકવાણા તથા પીસી વિજયભાઇ સિંહાર સહિતના સ્ટાફે કરી હતી.
(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
