તા. ૨૭ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૪ ગુરૂવાર
News of Wednesday, 27th May 2026
વાંકાનેરમાં રાજેશભાઇ અને ભાઇના સાળાને બાઇક સહિત કારની ઠોકરે ચડાવી હુમલો
કરણ, સાહિલ સહિતનાછરી-પાઇપથી તૂટી પડયાઃ કરણને રાજેશભાઇના ભાઇના સાળા રોહિત સાથે ચાલતું મનદુઃખ કારણભુત

રાજકોટ તા. ૨૭: વાંકાનેરમાં આંબેડકરનગર-૪માં રહેતાં રાજેશભાઇ કેશુભાઇ પરમાર (ઉ.વ.૪૦) રાતે સાડા નવેક વાગ્યે ઘર નજીક પોતાના ભાઇના સાળા રોહિત ગીરીશભાઇ ચાવડા (ઉ.વ.૨૫) સાથે બાઇકમાં બેસીને જતાં હતાં ત્યારે અચાનક કરણ સારેસા અને સાહિલ વઘેરાએ કારમાં આવી બાઇકને કારની ઠોકરે ચડાવી બંનેને પછાડી દીધા બાદ છરી-પાઇપથી હુમલો કરી માર મારતાં બંનેને ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં.
બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે વાંકાનેર સીટી પોલીસને કરી હતી. રાજેશભાઇએ જણાવ્યું હતું કે પહેલા પોતે છુટક કામ કરતાં હતાં. હાલમાં તબિયત સારી ન હોઇ ઘરે રહે છે. સાંજે તેઓ પોતાના ભાઇના સાળા રોહિત ચાવડાની સાથે જોડીયા ગયા હતાં. રાતે પરત ગામમાં આવ્યા ત્યારે ઘર નજીક પહોંચ્યા તે વખતે કરણ અને સાહિલે આવી રોહિતના બાઇકને કારથી ઠોકરે લઇ ઉલાળી દીધા બાદ રોહિત પર હુમલો કરતાં પોતે વચ્ચે પડતાં પોતાને પણ પાઇપના ઘા મારતાં હાથ ભાંગી ગયો હતો. કરણને રોહિત સાથે અગાઉની કોઇ માથાકુટ હોઇ તેના મનદુઃખના કારણે આ હુમલો થયો હતો. વાંકાનેર પોલીસે સાચુ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
(10:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
