તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 5th May 2026
હલેન્ડામાં કૂવો ખોદવાની મજુરી કરતાં રાજસ્થાની યુવાનનું હૃદય બેસી જતાં મોત

રાજકોટ તા. ૫: હૃદય ધબકારા ચુકી જવાથી મૃત્યુની વધુ એક ઘટના બની છે. જેમાં રાજકોટના સરધાર તાબેના હલેન્ડામાં ખેતરમાં કૂવો ખોદવાની મજૂરી કરતી વખતે છાતીમાં દુઃખાવો ઉપડતાં બેભાન થઇ ગયા બાદ રાજસ્થાની યુવાનનું મોત થયું છે.
જાણવા મળ્યા મુજબ મુળ રાજસ્થાનનો વતની મનોહરસિંહ સુખપાલસિંહ રાવત (ઉ.વ.૩૫) નામનો યુવાન સાંજે ચારેક વાગ્યે હલેન્ડામાં સુરેશભાઇ પટેલની વાડીએ કૂવો ખોદવાનું કામ કરતો હતો ત્યારે છાતીમાં દુઃખાવો ચાલુ થઇ જતાં બેભાન જેવો થઇ ગયો હતો. તેને તુરત જ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મૃત્યુ થતાં સાથી મજૂરોમાં શોક છવાઇ ગયો હતો.
હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર મનોહરસિંહ બે ભાઇ અને ચાર બહેનમાં બીજો હતો. તેને સંતાનમાં એક દિકરી અને ત્રણ દિકરા છે. પોતે એક દોઢ મહિનાથી અહિ રહી કૂવો ખોદવાની મજૂરી કરતો હતો. તેનો ભાઇ પણ બાજુના ગામમાં કામ કરે છે. આ બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
(10:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
