<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th September 2026

કચ્છ પંથકમાં વરસાદી માહોલ :રાપર, ભચાઉ અને અંજાર તાલુકામાં વરસાદ: નખત્રાણા, માંડવી, અબડાસા અને મુન્દ્રા પંથકમાં મેઘમહેર

ભારે વરસાદના પગલે કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી વહેતા થયા: કચ્છના વિવિધ વિસ્તારોમાં ફરી વરસાદ થતાં સ્થાનિક જનજીવન પર અસર પડી

કચ્છ પંથકમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. પૂર્વ કચ્છના રાપર, ભચાઉ અને અંજાર તાલુકામાં વરસાદ નોંધાયો છે, જ્યારે પશ્ચિમ કચ્છના નખત્રાણા, માંડવી, અબડાસા અને મુન્દ્રા પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. ભારે વરસાદના પગલે કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી વહેતા થયા છે. રાપર તાલુકાના ખેંગારપર અને સુવઈ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. નખત્રાણા તાલુકાના મોટી ખોંભડી, વિથોણ, મોરાય, મોરગર અને કોટડા વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ગઢશીશા, દરશડી, વિરાણી અને લુડવા સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. કચ્છના વિવિધ વિસ્તારોમાં ફરી વરસાદ થતાં સ્થાનિક જનજીવન પર તેની અસર જોવા મળી રહી છે.

(9:27 PM IST)