<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd June 2026

ભાવનગર જિલ્લાના મહુવા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારો વરસાદી માહોલ જામ્યો

ગ્રામ્ય વિસ્તારો એવા કુંભણ, બોરડી, સેદરડા અને શેતરાણા સહિતના ગામોમાં ભારે પવન અને ગાજવીજ સાથે ચાલુ સિઝનનો પ્રથમ વરસાદ

ભાવનગર જિલ્લાના મહુવા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારો એવા કુંભણ, બોરડી, સેદરડા અને શેતરાણા સહિતના ગામોમાં ભારે પવન અને ગાજવીજ સાથે ચાલુ સિઝનનો પ્રથમ વરસાદી માહોલ જામ્યો છે અને ઠેર-ઠેર હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડ્યા છે. લાંબા સમયની પ્રતીક્ષા બાદ મેઘરાજાના આગમનથી વાતાવરણમાં ક્ષણિક ઠંડક પ્રસરી છે, પરંતુ અસહ્ય ઉકળાટ અને બફારાની સ્થિતિ વચ્ચે ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં જ PGVCL તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે, જેમાં માત્ર સામાન્ય વરસાદ ખાબકતાની સાથે જ ગ્રામીણ વિસ્તારોમાં કલાકો સુધી વીજળી ગુલ થઈ જતાં સ્થાનિક રહીશોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

(11:18 PM IST)