<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th July 2026

બોટાદ જિલ્લામાં વરસાદી માહોલ :ગઢડા પંથકમાં કાળા ડિબાંગ વાદળો અને ભારે પવન સાથે મેઘમહેર

ગઢડાના ભાવનગર રોડ અને ગઢડા રોડ પર પણ લાંબા સમય બાદ વરસાદ : સમગ્ર પંથકના વાતાવરણમાં ઠંડક પ્રસરી

બોટાદ જિલ્લામાં સતત વરસાદી માહોલ જામ્યો છે, જેના ભાગરૂપે ગઢડા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી થઈ છે. ગઢડાના ગોરડકા, ટાટમ અને નાગલપર સહિતના વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો અને પવનના સુસવાટા સાથે ધીમીધારે વરસાદ શરૂ થયો છે. આ ઉપરાંત ગઢડાના ભાવનગર રોડ અને ગઢડા રોડ પર પણ લાંબા સમય બાદ વરસાદી માહોલ જોવા મળ્યો છે. અસહ્ય ઉકળાટ વચ્ચે વરસેલા આ ધીમીધારના વરસાદને પગલે સમગ્ર પંથકના વાતાવરણમાં સરસ ઠંડક પ્રસરી ગઈ છે, જેથી સ્થાનિક રહીશોને ગરમીથી મોટી રાહત મળી છે.

(9:05 PM IST)