તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 28th June 2026
ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ : તળાજા અને જેસર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ
જુનાપાદર, વીરપુર, સેવડીવદર અને ચોક સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ કુંઢેલી, સાંગાણા, દેવળીયા, માખણીયા, ઠાડચ અને ઠળિયા ગામોમાં પણ સારો વરસાદ

ભાવનગર: ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે અચાનક વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ કમોસમી કે ચોમાસાના વરસાદી માહોલના કારણે ઉકળાટ અને ગરમીથી લોકોને રાહત મળી છે.
ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના જુનાપાદર, વીરપુર, સેવડીવદર અને ચોક સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત તળાજા તાલુકાના કુંઢેલી, સાંગાણા, દેવળીયા, માખણીયા, ઠાડચ અને ઠળિયા ગામોમાં પણ સારો વરસાદ થતાં ધરતીપુત્રો ખુશખુશાલ થઈ ગયા છે
તળાજા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ભારે વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે
જેસર પણ ભારે વરસાદના અહેવાલો છે. ભારે વરસાદને કારણે અમુક વિસ્તારોમાં હાઈવે પ્રભાવિત થયો હોવાની માહિતી સામે આવી છે. આ ઉપરાંત જેસરના રાણાપરડા, ચીરોડી અને સનાળા જેવા ગામોમાં પણ મેઘમહેર જોવા મળી છે
(9:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
