<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 20th September 2026

અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો: લાઠીના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ

દુઘાળા અને અકાળા ગામની સીમ વિસ્તારમાં મેઘરાજાએ જોરદાર હાજરી નોંધાવી :સાવરકુંડલા અને ધારી બાદ હવે વડિયા પંથકમાં પણ વરસાદ શરૂ

અમરેલીઃ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. લાઠીના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. દુઘાળા અને અકાળા ગામની સીમ વિસ્તારમાં મેઘરાજાએ જોરદાર હાજરી નોંધાવી છે. વરસાદ વરસતા ખેતીના પાકને ફાયદો થવાની આશા ખેડૂતોમાં જાગી છે. લાઠી, સાવરકુંડલા અને ધારી બાદ હવે વડિયા પંથકમાં પણ વરસાદ શરૂ થયો છે. વડિયા શહેરમાં ઘનઘોર વાદળો વચ્ચે ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત વડિયા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ એન્ટ્રી કરી છે. વરસાદના કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

(6:59 PM IST)