તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd July 2026
સુરેન્દ્રનગર જીલ્લામાં વરસાદ પડતા અખાત્રીજે વાવેલા પાકને જીવતદાન
૨૪ કલાકમાં સુરેન્દ્રનગર જિલ્લાના ૦૪ તાલુકાઓમાં નોંધાયો વરસાદઃ સૌથી વધુ લખતરમાં એક ઇંચ મુળી ચોટીલા અને સાયલામાં પણ વરસાદ વરસ્યોઃ ખેડૂતોમાં ખુશીની લહેર

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.રઃ સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદનું આગમન થયું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચાર તાલુકાઓમાં છેલ્લી ૨૪ કલાકમાં વરસાદ નોંધાયો છે જેમાં લખતરમાં એક ઇંચ સુધી વરસાદ છે તે ખાબકવા પામ્યો છે ત્યારે સુરેન્દ્રનગર શહેરના ખેડૂતોમાં પણ ખુશીની લહેર દોડી ઉઠવા પામી છે ખાસ કરીને અખાત્રીજે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા મગફળી કપાસ સહિતના પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું પરંતુ વરસાદ ખેંચાયો હતો જેને લઇને ખેડૂતોનું વાવેતર નિષ્ફળ જવાના એંધાણ વર્તાઈ રહ્યા હતા પરંતુ છેલ્લી ૨૪ કલાકથી વાતાવરણ સક્રિય થયું છે અને વરસાદી વાતાવરણ સુરેન્દ્રનગર જિલ્લામાં થઈ જવા પામ્યો છે.
ત્યારે ૨૪ કલાકમાં લખતરમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે આ ઉપરાંત મુળી ચોટીલા અને સાયલામાં પણ સારો એવો વરસાદ ખાબકવા પામ્યો છે જેને લઇને જગતના તાંત દ્વારા જે વાવેતર કરવામાં આવ્યું છે તે સફળ થવાના એંધાણ હાલ વર્તાઈ રહ્યા છે આ ઉપરાંત વરસાદના કારણે વાતાવરણમાં પણ થોડી ઠંડક પ્રસરી જવા પામી છે અને ગરમીથી આંશિક રાહત પણ સ્થાનિક લોકો દ્વારા અહેસાસ કરવામાં આવી રહી છે. હજુ પણ સૌરાષ્ટ્રભરમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ત્યારે માત્ર ચાર તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે ત્યારે આગામી સમયગાળામાં ૧૦ તાલુકાઓમાં વરસાદ નોંધાયા અને સારો વરસાદ નોંધાય તે માટે પણ ગ્રામીણ વિસ્તારના લોકો દ્વારા મંદિરોમાં પ્રાર્થના શરૂ કરી દેવામાં આવી છે ત્યારે ચાર તાલુકાઓમાં વરસાદ થતાં ચાર તાલુકાના ખેડૂતો અને પશુપાલકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે.(
(12:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
