<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

ગુજરાતમાં હજુ સપ્તાહ સુધી વરસાદી વિરામ ગઇકાલે ચોમાસા એ પુરા દેશને કવર કરી લીધુ પણ

આભ ગોરંભાયેલું રહે, કયાંક છાંટા-છંૂટી વરસે પણ ભારે વરસાદ માટે રાહ જોવી રહી

(મહંમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૧૦ :.. ગઇકાલે ચોમાસાએ પુરા દેશને કવર કરી લીધુ છે. આઇએમડી તેના માપદંડો ના આધારે જ ચોમાસાની પ્રગતિને જાહેર કરે છે. ગુજરાતને તો ચોમાસા એ આ પહેલા જ આવરી લીધુ હતું. પણ અહીં, ખાસ કરી સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં વરસાદનો અભાવ જોવા મળે છે તે પણ નકારી ન શકાય તેવી વાસ્‍તવિકતા છે. ગુજરાતમાં હજુ એક સપ્તાહ સુધી વરસાદી વિરામની સંભાવના જોવા મળી રહી છે. આ બ્રેક મોન્‍સૂન કન્‍ડીશનમાં કયારે બદલાવ આવશે? તે પૂર્વે સપ્તાહ દરમ્‍યાન આભ ગોરંભારેલુ રહે, કયાંક છાંટા છૂંટી વરસે પણ ભારે વરસાદની સીસ્‍ટમ્‍સ કયારે આવશે ? તે અંગે આઇએમડીના સાપ્તાહિક રાષ્‍ટ્રીય દૈનિક પ્રસારણમાં દેશના મેપમાં ગુજરાત માટે આજથી ૧પ જૂલાઇ સુધી કોઇ જ એલર્ટ વિના ગુજરાતને ગ્રીન દર્શાવાઇ રહ્યુ છે. અર્થાત આ સમય દરમ્‍યાન ડ્રાઇ વેધર રહેશે.

૧૬ જૂલાઇ પછી વરસાદની સંભાવના ગુજરાતમાં વધી શકે તેવું ઇસીએમડબલ્‍યુએફ મોડેલમાં જોવા મળે છે.

બંગાળની ખાડીમાં આગામી ૧૩-૧૪ જુલાઇ આસપાસ એક અને ર૦ જુલાઇ આસપાસ બીજી લો-પ્રેસર સિસ્‍ટમ્‍સ ઉદ્‌્‌ભવી શકે છે. જેના પ્રભાવે ૧૬ જૂલાઇ બાદ દેશના પヘમિ વિસ્‍તાર, ગુજરાતમાં પણ વરસાદી માહોલ વેગ પકડી શકે છે.

(1:21 PM IST)