તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Friday, 3rd July 2026
જૂનાગઢના માંગરોળમાં આભ ફાટ્યું: માત્ર 2 કલાકમાં 8 ઈંચ વરસાદ ખાબક્યો
છેલ્લા ૨૪ કલાકમાં ધોધમાર 19 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો જેના કારણે સમગ્ર પંથકમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ

રાજ્યમાં સવારથી જ લગભગ દરેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં સવારના 6થી રાતના 8 વાગ્યા સુધીમાં 156 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢના માંગરોળમાં 19 ઈંચ વરસાદ નોંધાયો છે માળીયા મિયાણામાં 14 ઈંચ અને ડાંગના વઘાઈમાં 13.31 ઈંચ વરસાદ ખાબક્યો છે.
સુરતના અંબિકામાં તેર ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ડાંગના સુબિરમાં 12 ઈંચ, જૂનાગઢના મેંદરડામાં સાડા બાર ઈંચ વરસાદ નોંધાયો છે.
(8:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
