<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

સૌરાષ્ટ્રના માણાવદરના કોટવાવ અને મહુવાના તરેડ ગામમાં વરસાદ

લાંબા સમય બાદ પડેલા વરસાદથી ખેડૂતોમાં ખુશી : પાકને મળશે જીવતદાન

( ચંદ્રેશ હીરાણી દ્વારા) મોટી પાનેલી તા.૧૪ : ચોમાસાની સિઝનમાં આજે  સૌરાષ્ટ્રના બે ગામોમાં વરસાદના સમાચાર મળ્યા છે. 

માણાવદર તાલુકાનું કોટવાવ ગામે આજે સારો વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે ગામમાં ઠંડક પ્રસરી ગઈ હતી હતા અને ખેતરોમાં ભેજનું પ્રમાણ વધ્યું છે.

   મહુવા તાલુકાના તરેડ ગામમાં પણ આજે વરસાદ પડ્યો છે. આ વરસાદથી ઉભા પાકને ખૂબ ફાયદો થશે તેવી ખેડૂતોને આશા છે.

બંને વિસ્તારોમાં પડેલા વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ જીવતદાન સમાન છે.

(4:45 PM IST)