<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd June 2026

ભાવનગરમાં મોડી રાત્રે તોફાની પવન સાથે વરસાદઃ ઘોઘા પંથકમાં પણ પડ્‍યો

 

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨: શહેરમાં મોડી રાત્રીના ૨ વાગે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. પવન અને વીજળીના ચમકારા એટલા વધુ હતા કે લોકો ઊંઘ માંથી જાગી ગયા હતા. ભાવનગર ઉપરાંત ઘોઘામાં પણ વરસાદ પડ્‍યો છે.

છેલ્લા કેટલાક સમયથી કાળઝાળ ગરમીથી ભાવનગરવાસીઓને છૂટકારો મળ્‍યો છે. ગઈ મોડી રાત્રિના ૨  વાગે ભાવનગર શહેરમાં તોફાની પવન સાથે વરસાદ શરૂ થયો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થતા ગાઢ નિંદ્રા માં સુતેલા લોકો જાગી ગયા હતા. વરસાદ શરૂ થતાં જ શહેરના અનેક વિસ્‍તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. અચાનક વરસાદનું આગમન થતાં ગરમીથી કંટાળેલા નગરજનોમાં રાહતની લાગણી થઈ હતી.

ભાવનગર ઉપરાંત ઘોઘા પંથકમાં પણ કઈ રાત્રે કડાકા ભડાકા સાથે વરસાદ પડ્‍યો હતો. ઘોઘા માં  રાત્રે ૭ મી.મી. વરસાદ નોંધાયો છે.  દરમિયાન આજે સવારે પણ ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. ગઈ રાતથી પલટાયેલા વાતાવરણથી ગરમી  માંથીે લોકોને છૂટકારો મળ્‍યો છે.

(10:59 AM IST)