<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

ખાંભા-ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં :ભાડ ગામે ધોધમાર વરસાદ વરસતા શેરીઓમાં વરસાદી પાણી વહેવા લાગ્યા

લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદથી મુર્જાતા કપાસ, મગફળી સહિતના પાકને જીવનદાન મળવાની આશા જાગી

અમરેલી જિલ્લામાં બીજા દિવસે ફરી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ખાંભા-ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા છે, જ્યારે ખાંભાના ભાડ ગામે અચાનક ધોધમાર વરસાદ વરસતા ગામની શેરીઓમાં વરસાદી પાણી વહેવા લાગ્યા હતા. અચાનક પડેલા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદથી મુર્જાતા કપાસ, મગફળી સહિતના પાકને જીવનદાન મળવાની આશા જાગી છે. વરસાદી ઝાપટાં બાદ ખેડૂતોમાં ફરી સારા વરસાદની આશાઓ બંધાઈ છે

(6:37 PM IST)