News of Wednesday, 15th July 2026
ભારે ગરમી વચ્ચે કચ્છના રાપર તાલુકા માં વરસાદ ના ઝાપટા : વાવણી લાયક વરસાદની રાહ જોતા ખેડૂતો ચિંતાતુર
કાનપર પ્રાગપર કલ્યાણપર ઉમૈયા સહિતના આસપાસના ગામો માં વરસાદ ના ઝાપટા વરસ્યા : ધોધમાર વરસાદની રાહ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૫ : ભારે ગરમી વચ્ચે આજે વાદળછાયા વાતવરણ વચ્ચે બપોર ના બાર વાગ્યા ની આસપાસ વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેર મા વરસાદ નુ ઝાપટું વરસ્યું હતું જેના લીધે માર્ગ ભીના થઈ ગયા હતા અને વાતાવરણ માં ઠંડક પ્રસરી જવા પામી હતી રાપર ઉપરાંત કાનપર પ્રાગપર કલ્યાણપર ઉમૈયા સહિત ના આસપાસ ના ગામો માં વરસાદ ના ઝાપટા વરસ્યા હતા વાગડ વિસ્તારમાં હજી વાવણી લાયક વરસાદ ના પડતાં ખેડૂતો મા ચિંતા ના વાદળો ઘેરાયા છે. (તસવીર: મુકેશ રાજગોર, રાપર)
(2:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
