તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 13th September 2026
હળવદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં તેજ પવન સાથે વરસાદી ઝાપટાં તૂટી પડ્યા
માનસર, વેગડવાવ અને રણજીતગઢ સહિતના સીમ વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ: વરસાદી પાણીથી જમીનમાં ભેજનું પ્રમાણ વધશે, જેથી પાકના ઉત્પાદન પર થનારું નુકસાન અટકી જશે.

મોરબી જિલ્લામાં પણ હવામાનમાં નોંધપાત્ર ફેરફાર નોંધાયો છે. ખાસ કરીને હળવદ તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા હતા. બપોરના સમયે ભારે ઉકળાટ સર્જાયા બાદ હળવદ શહેર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં તેજ પવન સાથે વરસાદી ઝાપટાં તૂટી પડ્યા હતા.
હળવદ તાલુકાના માનસર, વેગડવાવ અને રણજીતગઢ સહિતના સીમ વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ મગફળી, કપાસ અને તલ જેવા રોકડિયા પાકો પાણીની તંગીના કારણે મુરઝાઈ રહ્યા હતા. આ સમયે પડેલા વરસાદી પાણીથી જમીનમાં ભેજનું પ્રમાણ વધશે, જેથી પાકના ઉત્પાદન પર થનારું નુકસાન અટકી જશે.
(7:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
