News of Wednesday, 16th September 2026
સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદનું જોર ઘટયું: નવાગામમાં ૧ ઇંચ
વાદળા વિખેરાતા સવારે સૂર્યનારાયણના દર્શન થયાઃ જો કે હજુ પણ સાર્વત્રિક વરસાદની તાતી જરૂરિયાત

રાજકોટ તા. ૧૬: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર વરસાદનું જોર ઘટયું છે પરંતુ હજુ સાર્વત્રિક વરસાદની ખૂબજ જરૂરિયાત છે. પાક અને પિયત તથા પીવાના પાણી માટે વરસાદની ખૂબજ આવશ્યકતા છે.
જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના નવાગામમાં ૧ ઇંચ વરસાદ પડયો છે જયારે ઉના, અમરેલી, રાજુલા, વઢવાણ ભચાઉ, રાપર, ખાંભા, કોડીનાર સહિતના વિસ્તારોમાં હળવા-ભારે ઝાપટા વરસ્યા છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ માહિતી મુજબ લઘુતમ તાપમાન ર૪.૩, મહતમ ર૭, ભેજ ૯૩ ટકા અને પવનની ગતિ પ.ર કિ.મી. રહી હતી.જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના નવાગામના ૧ ઇંચ વરસાદ પડયો છે જયારે જામવંથલી, ખરેડી, મોટા પાંચ દેવડા, પરડવા, પીપરટોડા, મોટા ખડવા મોડપરમાં ઝાપટારૂપે વરસાદ પડયો છે.
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
