<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

અછતની પરિસ્‍થિતિ વચ્‍ચે કચ્‍છમાં‘આશાનો વરસાદ' ઝાપટા સાથે છૂટાછવાયો એક ઇંચ

મોડપર ગામે ખેડૂત ઉપર વીજળી પડતાં બેભાન : મોબાઇલ ચેઇન અને પોંચીના કટકા થયાઃ રાપર, અંજાર, મુન્‍દ્રા, માંડવી, ભુજ, નખત્રાણા, લખપતમાં વરસાદઃ અન્‍ય તાલુકાઓ કોરા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૧૪: અછતની પરિસ્‍થિતિ વચ્‍ચે હવામાન વિભાગની આગાહી સાથે કચ્‍છમાં છૂટો છવાયો વરસાદ પડ્‍યો છે. જોકે, ધારણા અને આગાહી અનુસાર વરસાદ નથી પરંતુ આ વરસાદે કચ્‍છમાં મેઘકળપાની આશા બંધાવી છે.

ભારે બફારા અને ગરમી વચ્‍ચે ગઈકાલ સાંજ બાદ વાતાવરણમાં પલટો આવ્‍યો હતો અને સવાર સુધીમાં રાપર, ભચાઉ, અંજાર, મુન્‍દ્રા, માંડવી, નખત્રાણા, લખપત અને ભુજમાં છૂટોછવાયો અડધાથી એક ઇંચ જેવો વરસાદ નોંધાયો છે. જોકે, કયાંક કયાંક દોઢેક ઇંચ પાણી પણ પડી ગયું છે. વરસાદ દરમ્‍યાન રાપરના મોડપર ગામે ૨૫ વર્ષીય ખેડૂત અમિત મહાદેવા કોળી ઉપર વીજળી પડતા તે બેભાન થયો હતો તેનો મોબાઇલ, ચેઇન અને પોંચીના કટકા થઈ ગયા હતા. દરમ્‍યાન આ વરસાદે રામમોલ ને જીવતદાન આપ્‍યું છે. હજી કચ્‍છના અન્‍ય તાલુકાઓ અબડાસા, ગાંધીધામ કોરા છે.

સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નથી. પાક અને પશુઓ ની પરિસ્‍થિતિ કપરી છે. પરંતુ હજી વરસાદની આગાહી હોઈ સારા વરસાદની આશા છે. લોકો આકાશ તરફ મીટ માંડીને બેઠા છે. (તસ્‍વીરઃમુકેશ રાજગોર, રાપર)

(10:50 AM IST)