તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th June 2026
આજે ઉત્તર-મધ્ય-પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં વરસાદની આગાહી

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા તા. ૧૮ :.. રાજ્યના ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાએ જોરદાર પ્રવેશ કરતાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૬૩ તાલુકાઓમાં વરસાદી માહોલ સર્જાયો હતો. કેટલાક વિસ્તારોમાં ૧ ઇંચથી લઈને ૫.૭૯ ઇંચ સુધી વરસાદ નોંધાયો છે.
ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. ખેડૂતો માટે આ વરસાદને વાવણી માટે આશીર્વાદરૂપ માનવામાં આવી રહ્યો છે.
હવામાન જાણકારો અનુસાર આજે પણ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને લાગુ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદી ગતિવિધિઓ જોવા મળશે. કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી છે.
(12:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
