<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th June 2026

અમરેલીના ખાંભા પંથકમાં વરસાદ ખેડૂતોમાં ખુશીનો માહોલ

ખાંભા શહેર તેમજ તેના આજુબાજુના વિસ્તારોમાં પણ પવન સાથે વરસાદી ઝાપટાં પડ્યા

અમરેલી જિલ્લાના ખાંભા શહેર તેમજ તેના આજુબાજુના વિસ્તારોમાં પણ પવન સાથે વરસાદી ઝાપટાં પડ્યા હતા. આ વરસાદના પગલે લાંબા સમયથી અસહ્ય ઉકળાટ અને ગરમીનો સામનો કરી રહેલા શહેરી નાગરિકોને મોટી રાહત મળી છે અને સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

અમરેલીના ખાંભા તાલુકામાં વરસેલા આ વરસાદને કારણે ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ એમ 3 સિસ્ટમ સક્રિય થવાને કારણે આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ રહેશે, જ્યારે જુલાઈ મહિનાની શરૂઆતથી મેઘરાજા સમગ્ર ગુજરાતમાં જોરદાર જમાવટ કરશે

(9:15 PM IST)