News of Monday, 20th April 2026
જામનગરના અંધશ્રમ પાસે રેલ્વે ટ્રેકમાં કટકા પડ્યા: શ્રમિકની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી
શ્રમિકે તાત્કાલિક જાણ કરતા તંત્ર સતર્ક બન્યું: સમયસર કાર્યવાહીથી સંભવિત અકસ્માત અટક્યો

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા.૨૦
જામનગરના અંધશ્રમ પાસે રેલ્વે ટ્રેકના કટકા થઈ ગયા હોવાનું એક શ્રમિકના ધ્યાને આવતા તેને તાત્કાલિક જાણ કરતા મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.
મળતી માહિતી મુજબ અંધશ્રમ નજીકથી પસાર થતા રેલ્વે ટ્રેકમાં કટકા પડી ગયા હતા. ત્યાંથી પસાર થતા એક શ્રમિકની નજર ટ્રેકના તૂટેલા ભાગ પર પડતાં તેણે સમયસૂચકતા વાપરીને તાત્કાલિક સંબંધિત તંત્રને જાણ કરી હતી.
શ્રમિકની સતર્કતાના કારણે રેલ્વે તંત્ર તુરંત સતર્ક બન્યું હતું અને જરૂરી કાર્યવાહી હાથ ધરાઈ હતી. સમયસર જાણ થવાના કારણે સંભવિત ટ્રેન અકસ્માત અટકી ગયો હતો અને અનેક મુસાફરોના જીવ બચી ગયા હતા.શ્રમિકની આ જાગૃતિ અને ફરજનિષ્ઠાને લઈ સ્થાનિકોમાં તેની સરાહના થઈ રહી છે.
(4:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
