<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

ભાવનગરના મહુવામાં રેલવે પોલીસ અને રેલવે કર્મચારીઓએ મુસાફરને CPR આપીને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું

ટ્રેન નંબર 19256માં મુસાફરી કરી રહેલા 56 વર્ષીય મુસાફરને અચાનક છાતીમાં અસહ્ય દુખાવો ઉપડ્યો

ભાવનગરના મહુવામાં રેલવે પોલીસ અને રેલવે કર્મચારીઓએ હાર્ટ એટેકની તકલીફ અનુભવતા મુસાફરને તાત્કાલિક CPR આપીને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ટ્રેન નંબર 19256માં મુસાફરી કરી રહેલા 56 વર્ષીય મુસાફરને અચાનક છાતીમાં અસહ્ય દુખાવો ઉપડ્યો હતો. ફરજ પરના સંદીપ વાળા અને પોઇન્ટ્સમેન ગગનદીપ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. તેમણે મુસાફરને ટ્રેનમાંથી નીચે ઉતારી પ્લેટફોર્મ પર CPR આપ્યું અને 108 એમ્બ્યુલન્સ બોલાવી હતી. ત્યારબાદ મુસાફરને મહુવાની હનુમંત હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મુસાફરના પુત્રના જણાવ્યા મુજબ તેમની તબિયત હાલ સામાન્ય છે. આ કામગીરીને કારણે ટ્રેન માત્ર 11 મિનિટ મોડી થઈ હતી.

(11:15 PM IST)