News of Wednesday, 18th November 2026
બોટાદના મિલિટરી રોડ પાછળ ઘોડીપાસાના જુગારધામ પર દરોડો : 6 જુગારીઓ ઝડપાયા: 7 શખ્સો ફરાર: 17 સામે ગુનો દાખલ
પોલીસે ઘટનાસ્થળેથી કુલ રૂ. 4,28,350 ની માતબર રોકડ રકમ જપ્ત કરીને ફરાર આરોપીઓ અને સંચાલકોને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી

બોટાદ શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓ અને જુગારધામો સામે એલસીબી (LCB) પોલીસે લાલ આંખ કરતા મિલિટરી રોડ પાછળ ચાલતા ઘોડીપાસાના મોટા જુગારધામ પર અચાનક દરોડો પાડ્યો હતો. પોલીસની આ ઓચિંતી કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી રણછોડભાઈ ભરવાડ, ભાવાભાઈ રાઠોડ, ધર્મેન્દ્ર ઉર્ફે ઘોઘો પારધી, યુવરાજભાઈ ખાચર, મનસુખભાઈ પરમાર અને યાસીનભાઈ મમાણી સહિત કુલ 6 જુગારીઓને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા, જ્યારે દરોડાની ગંધ આવી જતાં હિંમતભાઈ ડાભી, સાગરભાઈ ભરવાડ, સુરાભાઈ, હીરાભાઈ ભરવાડ, મેહુલભાઈ ઝાપરા, વિજયભાઈ ચાવડા અને મહેશભાઈ કાળુભાઈ વસવેલીયા સહિત 7 શખ્સો સ્થળ પરથી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. આ ઉપરાંત, જુગાર રમાડવા અને સંચાલન સાથે સંકળાયેલા મહેશભાઈ ઉર્ફે કાળુ વાજા, કિરણભાઈ બથવાર, અભિષેકભાઈ સોલંકી અને વિશાલભાઈ ભરવાડના નામ પણ તપાસમાં ખૂલ્યા છે; પોલીસે ઘટનાસ્થળેથી કુલ રૂ. 4,28,350 ની માતબર રોકડ રકમ જપ્ત કરીને ફરાર આરોપીઓ અને સંચાલકોને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
(11:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
