<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd September 2026

કુવાડવામાં ‘કટીંગ' વખતે દરોડોઃ ફોર્ચ્‍યુનર કાર, ઘરમાંથી ૨.૮૭ લાખનો દારૂ કબ્‍જે

મહેશ રંગપરાની ધરપકડઃ કુવાડવા પીઆઇ એ. એન. જાનીની રાહબરીમાં એએઅસાઇ ખોડુભા જાડેજા અને ટીમનો દરોડોઃ કુલ ૩૮.૧૮ લાખનો મુદ્દામાલ કબ્‍જેઃ ભાવેશભાઇ મકવાણા, જયદિપભાઇ ધોળકીયા અને કુશલભાઇ જોષીની બાતમી

રાજકોટ તા. ૨૨: કુવાડવા ગામાં મીડલ સ્‍કૂલ સામેની શેરીમાં રહેતાં અને ડ્રાઇવીંગ કરતાં મહેશ નાનજીભાઇ રંગપરા (ઉ.વ.૩૪) નામના શખ્‍સને તેના ઘર પાસે તે ફોર્ચ્‍યુનર કારમાંથી દારૂ-બીયરનો જથ્‍થો ઉતારતો હતો ત્‍યારે જ કુવાડવા રોડ પોલીસે દરોડો પાડી ઝડપી લઇ તેની કારમાંથી, ઘરમાંથી  રૂા. ૨,૮૭,૯૨૫નો ૭૭૬ બોટલ, ચપલા કબ્‍જે કરી તેની ધરપકડ કરી છે. કાર મળી કુલ ૩૮,૧૮,૮૨૫નો મુેદ્દામાલ કબ્‍જે કરાયો છે. એમપી તરફથી આ દારૂ લાવ્‍યાનું તે રટણ કરતો હોઇ રિમાન્‍ડની તજવીજ થઇ રહી છે. કુવાડવા રોડ પોલીસની ટીમ દારૂ જૂગારની પ્રવૃતિ ડામવા પેટ્રોલીંગમાં હતી ત્‍યારે કોન્‍સ. ભાવેશભાઇ મકવાણા, જયદીપભાઇ ધોળકીયા, કુશલભાઇ જોષીને બાતમી મળતાં કુવાડવા ગામ મીડી સ્‍કૂલ સામેની શેરીમાં દરોડો પાડયો હતો. અહિ રહેતાં મહેશ રંગપરાના ઘરમાંથી લંડન પ્રાઇડ, રોયલ ચેલેન્‍જ, રીટ્‍ઝ, સીગ્નેચર, જામુન મીન્‍ટ ફલવેરના વોડકા તેમજ ૭૫૦ એમએલની બોટલો, બડવાઈઝર અને માઉન્‍ટ ૬૦૦૦ બ્રાન્‍ડના બીયરના ટીનનો જથ્‍થો કબ્‍જે કર્યો હતો. તેની ફોર્ચ્‍યુનર કારમાંથી પણ દારૂ મળી આવ્‍યો હોઇ કાર પણ કબ્‍જે કરાઇ હતી. અગાઉ પણ આ શખ્‍સને પોલીસે દારૂ સાથે પકડયો હતો.

ડીસીપી હેતલ પટેલ, એસીપી વી. બી. જાડેજાની સુચના અને પીઆઇ એ. એન. જાનીની રાહબરીમાં એએસઆઇ ખોડુભા જાડેજા, હેડકોન્‍સ. મહેશભાઇ રબારી, કોન્‍સ. ભાવેશભાઇ મકવાણા, જયદીપભાઇ ધોળકીયા, કુશલભાઇ જોષી, અરવિંદસિંહ ગોહિલ, મેહુલસિંહ ચુડાસમા, જયપાલભાઇ બરાળીયા, પિન્‍ટુભાઇ હીરપરા સહિતે આ કામગીરી કરી હતી.

(3:27 PM IST)