<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

જેતપુરના વેપારી કલ્‍પેશભાઇ સાથે ડુંગળી, લસણની ખરીદીના નામે ગોધરાના રાહુલની ૧૫ લાખની છેતરપીંડી

વેપારી રાહુલે ૨૨ લાખનો માલ મંગાવી ફકત ૬.૪૦ લાખ આખી બાકીના ૧૫.૬૧ લાખનો ધુંબો માર્યોઃ જેતપુર સીટી પોલીસમાં ફરીયાદ

 

 

રાજકોટ, તા.૧૦: જેતપુરના ધોરાજી રોડપર વીરા શકિત મંદિર પાસે રહેતા અને કણકીયાપ્‍લોટમાં આર.એમ.ટ્રેડીંગ નામે ડુંગળીની પેટી ધરાવતા કલ્‍પેશભાઇ મહેશભાઇ ભાગવાણી (ઉ.૩૬) સાથે ગોધરાના શ્રીજી ચાલુ ભંડારના માલીક રાહુલ નામના વેપારીએ લસણ-ડુંગળીનો માલ મંગાવી રૂા. ૧૫.૬૧ લાખની રકમ નહી આપી છેતરપીંડી કર્યાની જેતપુર સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે.

કલ્‍પેશભાઇએ ફરીયાદમાં જણાવ્‍યુ  ગઇ તા.૧૮ના તેના જાણીતા ડ્રાઇવર જેન્‍તીભાઇ ગોધરા એક વેપારીને ત્‍યાં ડુંગળીભરી આપવા ગયા હતા ત્‍યાંથી તેણે કોલ કરી એક વેપારીને ડુંગળી લેવાની છે વાત કરો કરી ફોન આરોપીને આપ્‍યો હતો. જેથી તેવો આરોપી સાથે વાતચીતમાં ડુંગળીના ભાવતાલ જી.એસ.ટી. નંબર વગેરે વિેશ વાત કરી હતી. બાદમાં આરોપીએ ડુંગળીની ગાડી મોકલો કહેતા ગઇ તા.૧૮ના આરોપીને ફરી ફોન કરી ડુંગળીની એકગાડી મોકલુ છુ કહેતા આરોપીએ વાંધો નહી મોકલી આપો તેમ કહયુ હતું. તેમો પેમેન્‍ટ કેવી રીતે કરશો તેમ કહેતા આરોપીએ હું એક અઠવાડીયામાં તમને પેમેન્‍ટ મોકલી આપીશ કહેતા રૂા.૩.૨૫ લાખની કિંમતના ડુંગળીના ૨૩૮ કટા ગોંડલ ખાતેથી ભરીને મોકલ્‍યા હતા. આમ તા.૨૭/૮ સુધીમાં તેણે અલગ-અલગ સમયે કુલ રૂા. ૨૨,૦૧, ૨૧૬ ની કિંમતનો લસણ-ડુંગળીનો માલ આરોપીને મોકલ્‍યો હતો.

જેથી સામે આોરપી રાહુલ તેને તા.૧૯થી લઇ તા.૨૭ સુધીમાં અલગ-અલગ સમયે આંગળીયાપેઢી મારફત કુલ રૂા. ૬.૪૦ લાખ મોકલ્‍યા હતા. પરંતુ બાકી લેણી રકમ ૧૫.૬૧ લાખ માટે તેણે આરોપીને ગઇ તા.૨૯ના  ફોન કરતા તેણે તા.૩૦ના હુ જેતપુર આવીને પેમેન્‍ટ કરી આપીશ તેમ કહયુ હતું. પરંતુ રકમ આપી ન હતી. જેથી તા.૩ ના ફરી આરોપીને ફોન કરતા મને ચેક આવેલો છે જે વટાવવા બેંકમાં  નાખ્‍યો છે. રૂપીયા મને આવશે એટલે તમારા ખાતામાં નાખીશ પરંતુ રકમ જમા કરાવી ન હતી. તેમજ આરોપી અલગ-અલગ બહાના બતાવેલા  હતા. ગઇ તા. ૧ના ફોન કરતા ફોન બંધ આવતો હતો જેથી તેવો મિત્ર સાથે ગોધરા જઇ તપાસ કરતા આરોપીની દુકાનબંધ થઇ ગયાનું જાણવા મળતા ફરીયાદ નોંધાવી હતી જેતપુર સીટી પોલીસના હેડ કોન્‍સ્‍ટેબલે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી  છે.

(11:18 AM IST)