<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th June 2026

વિસાવદર તાલુકા ભાજપના લઘુમતી મોરચાના પ્રમુખપદે રહીમદાદભાઈ બ્લોચ અને મહામંત્રીપદે હનીફભાઇ બ્લોચની નિયુક્તિ

શહેર ભાજપ, તાલુકા ભાજપ અને શહેર લઘુમતી મોરચામાં પણ વિવિધ આગેવાનોની નિયુક્તિની જાહેરાત

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :વિસાવદર તાલુકા ભાજપના લઘુમતી મોરચાના પ્રમુખપદે ફરી એકવાર દુધાળા(ગીર)નાં પૂર્વ સરપંચ રહીમદાદભાઈ વલીમહમદભાઈ બ્લોચની નિયુક્તિ કરવામાં આવી છે. જ્યારે મહામંત્રી તરીકે ખાંભા(ગીર)નાં યુવા અગ્રણી હનીફભાઇ જુમ્માભાઈ બ્લોચની નિયુક્તિ કરવામાં આવી છે.
દરમિયાન શહેર ભાજપ અને તાલુકા ભાજપ અને શહેર લઘુમતી મોરચામાં પણ વિવિધ આગેવાનોની નિયુક્તિની જાહેરાત કરવામાં આવી છે.
વિસાવદર તાલુકા ભાજપના ઉપપ્રમુખ તરીકે જયેશભાઈ ગોબરભાઈ વઘાસીયા, ઉપપ્રમુખ તરીકે ઘનશ્યામભાઈ હરિભાઈ ચોટલીયા તથા મંત્રી તરીકે જ્યોત્સનાબેન ગીરીશભાઈ ગોધાણી અને કોષાધ્યક્ષ તરીકે દિલીપભાઈ ભીખાભાઈડોબરિયાની નિયુક્તિ કરવામાં આવી છે.
વિસાવદર શહેર ભાજપના મંત્રી તરીકે જાવેદભાઈ સતારભાઈ મોદી તથા કોષાધ્યક્ષ તરીકે પુનિતભાઈ બટુકભાઈ કાચાની નિયુક્તિ કરવામાં આવેલ છે.
વિસાવદર તાલુકા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખપદે રહીમભાઈ વલીમામદભાઈ બ્લોચ, મહામંત્રીપદે હનીફભાઈ જુમ્માભાઈ બ્લોચ તથા મહામંત્રી તરીકે ફિરોજભાઈ હસનભાઈ પરમારની નિયુક્તિ કરવામાં આવી છે.
વિસાવદર શહેર ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખપદે સિરાજભાઈ સુલેમાનભાઈ ફુલશેઠા, મહામંત્રીપદે હાજીભાઈ યુનુસભાઈ ચૌહાણ તથા મહામંત્રી તરીકે એશાજભાઈ અલ્તાફભાઈ માડકીયાની નિયુક્તિ કરવામાં આવી છે.

(12:10 AM IST)