<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

જામનગર જિલ્લાના ખેડૂતોના ઉભા પાકને બચાવવા ‘સૌની યોજના'નું પાણી આપવા રાઘવજીભાઇ પટેલની રજૂઆત

ગાંધીનગર ખાતે મુખ્‍યમંત્રી અને સિંચાઈ મંત્રીને રૂબરૂ મળી જામનગરના ધારાસભ્‍યએ ઝડપી પાણી છોડવા માંગ કરી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૩:  વર્ષે વરસાદ ખેંચાવાના કારણે જામનગર જિલ્લાના ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્‍યું છે. ખાસ કરીને ખેડૂતોએ વાવેતર કરેલ મગફળી અને કપાસ જેવા આગોતરા પાકને બચાવવા માટે તાત્‍કાલિક પિયતના પાણીની જરૂરિયાત ઉભી થઈ છે. આ ગંભીર સ્‍થિતિને ધ્‍યાને રાખીને જામનગર (ગ્રામ્‍ય)ના ધારાસભ્‍ય શ્રી રાઘવજીભાઈ પટેલે ગાંધીનગર ખાતે રૂબરૂ દોડી જઈ ઉચ્‍ચ કક્ષાએ રજૂઆતો કરી છે.

ધારાસભ્‍ય રાઘવજીભાઈ પટેલે રાજ્‍યના મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ, સિંચાઈ મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ તથા સિંચાઈ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે ગાંધીનગર ખાતે મુલાકાત કરી હતી. તેઓએ લેખિત અને મૌખિક રજૂઆત કરતા જણાવ્‍યું હતું કે, વરસાદના અભાવે ખેડૂતોનો પાક સુકાઈ રહ્યો છે, તેથી જામનગર જિલ્લાના ખેડૂતોના હિતમાં તાત્‍કાલિક અસરથી શ્નસૌની યોજનાઙ્ખ મારફતે સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે.

આ રજૂઆતને પગલે મુખ્‍યમંત્રીશ્રી તથા સિંચાઈ વિભાગના જવાબદાર અધિકારીઓએ આ પ્રશ્‍ને સત્‍વરે યોગ્‍ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. ધારાસભ્‍યશ્રી જણાવ્‍યા અનુસાર, ટૂંક સમયમાં જ નર્મદાનું ‘સૌની યોજના'નું પાણી જામનગર જિલ્લાના ખેડૂતોને સિંચાઈ માટે મળતું થઈ જશે, જેનાથી સુકાતા પાકને નવજીવન મળશે

(1:23 PM IST)