News of Tuesday, 22nd September 2026
ગાજણવાવના પ્રોઢનું રફાળીયા રેલ્વે સ્ટેશને કડીયા કામ કરતી વખતી પડી જતાં મોત

રાજકોટ તા. ૨૨: ધ્રાંગધ્રાના ગાજણવાવ ગામે રહેતાં પ્રોઢ મોરબીના રફાળીયા ગામે રેલ્વે સ્ટેશેન ખાતે કડીયા કામ કરતાં હતાં ત્યારે પડી જતાં ઇજા થતાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.
જાણવા મળ્યા મુજબ ગાજણવાવ ગામે રહેતાં આનંદભાઇ (અરવિંદભાઇ) કેશાભાઇ પરમાર (ઉ.વ.૫૦) એકાદ મહિના પહેલા રફાળીયા ખાતે રેલ્વે સ્ટેશનમાં કડીયા કામ કરતાં હતાં ત્યારે અકસ્માતે પડી જતાં ઇજા થતાં મોરબી, ધ્રાંગધ્રા સારવાર અપાવી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ ગત સાંજે તેમનું મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે રેલ્વે પોલીસને જાણ કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
