News of Friday, 13th November 2026
વાવ-થરાદના બાલોત્રી ગામે સિંચાઈ વિભાગની કામગીરી સામે ઉઠ્યા સવાલો: ખેડૂતો જાતે કેનાલની સફાઈ અને સમારકામ કરવા મજબૂર
કેનાલનું સમારકામ કર્યા બાદ ખેડૂતોએ તાત્કાલિક પાણી છોડવાની માગ કરી: ખેડૂતોની આ જાત મહેનતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો

વાવ-થરાદના બાલોત્રી ગામે સિંચાઈ વિભાગની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. ગામમાં કેનાલનો અંદરનો ભાગ જર્જરિત થઈ જતાં ખેડૂતોને તંત્રની કામગીરી જાતે કરવાની ફરજ પડી છે. ખેડૂતો દ્વારા જાતે જ કેનાલની સફાઈ અને સમારકામ કરવામાં આવ્યું હતું. ખેડૂતોની આ જાત મહેનતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. કેનાલનું સમારકામ કર્યા બાદ ખેડૂતોએ તાત્કાલિક પાણી છોડવાની માગ કરી છે. બીજી તરફ, ખેડૂતોને સરકારી તંત્રનું કામ જાતે કરવું પડતાં સિંચાઈ વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. વાયરલ વીડિયોને પગલે આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે.
(1:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
