<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

વાંકાનેર પોલીસની સમયસૂચકતા અને માનવતાએ વરસાદી સંકટમાં બચાવ્‍યા અનેક જીવ

(હિતેશ ચૌહાણ દ્વારા) વાંકાનેર, તા.૨૫ઃ સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે વાંકાનેર શહેરમાં સર્જાયેલી વિકટ પરિસ્થિતિમાં પોલીસ માત્ર કાયદો-વ્યવસ્થા જાળવનાર તંત્ર તરીકે નહીં, પરંતુ માનવજીવનની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતી સંવેદનશીલ સંસ્થા તરીકે સામે આવી છે.
પ્રોબેશનર પીઆઈ પી.આર. સોલંકી, યશપાલસિહ તથા તેમની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં સતત પેટ્રોલિગ કરી જાખમવાળા વિસ્તારોનું નિરીક્ષણ કયુ* હતું. જકાતનાકા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતા વાહનચાલકો મુશ્કેલીમાં ન મુકાય અને અકસ્માતો ન સર્જાય તે માટે તાત્કાલિક ટ્રાફિક ડાયવર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
તે જ સમયે કેરાલા નદીમાં પાણીનું સ્તર ઝડપથી વધતા નદી ઉપરથી પસાર થતા માર્ગ પર અવરજવર સંપૂર્ણપણે બંધ કરાવી દેવામાં આવી હતી. 
અલંગ હાઉસ પાછળના નીચાણ વાળા વિસ્તારમાં કેટલાક ગરીબ પરિવારો પાણીમાં ફસાઈ જવાની સ્થિતિ સર્જાતાં પોલીસ ટીમે તાત્કાલિક ટીડીઅો સહિતના સંબંધિત તંત્રને જાણ કરી અને અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.
વરસાદી સંકટમાં પોલીસની આવી સક્રિય કામગીરી અન્ય વિભાગો માટે પણ પ્રેરણારૂપ બની છે. સ્થાનિક લોકોમાં પણ પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે. આપત્તિના સમયમાં ખાખીનો આ માનવતાભર્યો ચહેરો સમાજ માટે આશ્વાસન સમાન છે.(૪૦.૨૩)

(1:29 PM IST)