તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 3rd September 2026
વાંકાનેરના સુપ્રસિધ્ધ સંત રાજયગુરૂશ્રી નાગાબાવાજીના સાનિધ્યમાં લોકમેળો
શ્રાવણ વદ નોમના રાત્રીએ મહાઆરતીમાં ભાવિકો ઉમટશેઃ જલેબી-ભજીયા પ્રસાદનું ભારે મહત્વ

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર, તા. ૩: જડેશ્વર રોડ ઉપર આવેલ સુપ્રસિધ્ધ સંત ઓલીયા રાજયગુરૂશ્રી નાગાબાવાજીનાં સાંનિધ્યમાં નગરપાલીકા દ્વારા લોકમેળો યોજાય છે.
સંત-ઓલીયાની આ પવિત્ર ભૂમી ઉપર પ્રસિધ્ધ શ્રીનાગાબાવાજીની આ જગ્યા (મંદિર) માં શ્રી નાગાબાવાજીની પ્રતિમા ઉપરાંત શ્રીરાજ રાજેશ્વર મહાદેવ, વિરહનુમાનજી, બીરાજમાન છે આ મંદિરના પટાંગણમાં રાજયગુરૂશ્રી નાગાબાવાજીએ જીવતા સમાધી લીધેલ જેની ડેરી ઉપરાંત (નાના મંદિર) પણ છે આ જગ્યાના મહંતશ્રી જાયલેલગીરી ગોસ્વામીએ મંદિર અને મેળા તથા ભજીયા-જલેબીના પ્રસાદનો મહીમા અંગે માહીતી આપતા જણાવેલ છે કે, આજથી આશરે સવા બસો વર્ષ પહેલા વાંકાનેરની આ પવિત્ર ભુમી ઉપર સિધ્ધી સમર્થ રાજયગુરૂ શ્રી નાગાબાવાજીની પધરામણી થયેલ જેને તે વખતના વાંકાનેરના રાજવીએ ગુરૂ તરીકેનું સ્થાન આપતા તે રાજયગુરૂ તરીકે ઓળખાય છે. વાંકાનેરની આ ભુમી ઉપર દરજજનપુરી તથા શાહબાવા અને વનમાળીદાસજી આ ત્રણેય સંતોની પધરામણી થયેલ. ત્રણેય સિધ્ધયોગી થઈ ગયા. વાંકાનેરને વસાવવામાં આ ત્રણેય સંતોનો ફાળો રહેલ છે તે વખતના રાજવીએ નાગાબાવાજી ને ગુરૂનું સ્થાન આપ્યુ હતુ આમ આ સિધ્ધીયોગીઓનો ઈતિહાસ ઘણો લાંબો છે પણ હાલમાં વાંકાનેરના જડેશ્વર રોડ ઉપર શ્રી રાજયગુરૂ નાગાબાવાજીની જગ્યા (મંદિર) આવલ છે તેની સામે પતાળીયા નદીના સામે કાંઠે સંત ઓલીયા પુરૂષ શાહબાવાના મીનારા-દરગાહ છે જયારે તેમની સાથેના ત્રીજા સંત વનમાળીદાસજીની તાલુકાના ખીજડીયા ગામે જગ્યા આવેલ છે.
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
