તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th July 2026
સુરેન્દ્રનગરમાં મહિલા TRB જવાનને માર માર્યાનો PSI પર આરોપ : MLC રિપોર્ટ બાદ તંત્રમાં દોડધામ
મહિલા TRB જવાન જ્યોતિબા પરમાર દ્વારા ગંભીર આક્ષેપ કર્યો છે કે જિલ્લા ટ્રાફિક PSI એલ.બી. બગડા દ્વારા તેમને માર મારવામાં આવ્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી

સુરેન્દ્રનગર જિલ્લામાં ફરજ બજાવતા એક મહિલા ટ્રાફિક PSI અને મહિલા TRB જવાન વચ્ચેનો વિવાદ ચર્ચાનો વિષય બન્યો છે. મહિલા TRB જવાન જ્યોતિબા પરમાર દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે, જિલ્લા ટ્રાફિક PSI એલ.બી. બગડા દ્વારા તેમને માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ સમગ્ર મામલે MLC (મેડિકો-લીગલ કેસ) જાહેર થતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ, મહિલા ટ્રાફિક બ્રિગેડની ફરજ દરમિયાન PSI એલ.બી. બગડા દ્વારા જ્યોતિબા પરમારના ફોટા પાડવામાં આવ્યા હતા અને વીડિયો પણ ઉતારવામાં આવ્યો હતો. આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી, જે બાદમાં ઝઘડામાં પરિણમી હતી. પીડિત મહિલા જવાનના આક્ષેપ મુજબ, જ્યારે તેમણે આ અંગે પોલીસ અધિક્ષક (SP) ને રજૂઆત કરી, ત્યારે PSI દ્વારા તેમને ગાળો આપવામાં આવી હતી અને મારામારી કરીને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.
ભોગ બનનાર મહિલા TRB જવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવતા આ કેસ MLC તરીકે નોંધાયો હતો. આ MLC રિપોર્ટના આધારે હવે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. આ સંવેદનશીલ મુદ્દે ભોગ બનનાર મહિલા જવાન કે ટ્રાફિક PSI, કોઈ પણ પક્ષે હાલમાં મીડિયા સમક્ષ કઈ પણ કહેવાનો ઇનકાર કર્યો છે. સુરેન્દ્રનગર પોલીસ માટે આ મામલો અત્યારે તપાસનો વિષય બન્યો છે.
(10:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
