તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 30th June 2026
જામનગરમાં રિક્ષા માલિકો-ચાલકો માટે 'PS Identification Number' ફરજિયાત: સીટી A, B, C ડિવીઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા સૂચના
કાયદો-વ્યવસ્થા જાળવવા દરેક રિક્ષા પર એક PS આઇડેન્ટિફિકેશન નંબર લગાવાશે : રિક્ષા, આધાર કાર્ડ, લાઇસન્સ, સ્ટેન્ડની વિગત સાથે નિયત પોલીસ કર્મચારીનો રૂબરૂ સંપર્ક કરવો, સીટી ડિવીઝનવાઈઝ હેલ્પલાઈન નંબર જાહેર

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા. 30 : જામનગર શહેર વિસ્તારના સીટી એ, સીટી બી તથા સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા રિક્ષા માલિકો તથા રિક્ષા ચાલકોની ત્વરિત પહોંચ તથા સંપર્ક થઈ શકે તે માટે જામનગર પોલીસે મહત્વનો નિર્ણય લીધો છે. હવે દરેક રિક્ષા દીઠ એક 'PS Identification Number' આપવામાં આવશે. આ નંબર મેળવવા માટે સીટી એ, બી તથા સી ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારના તમામ રિક્ષા માલિકો અને ચાલકોએ તેઓની રિક્ષા, આધાર કાર્ડ, ડ્રાઇવીંગ લાઇસન્સ, તથા તેઓનું રિક્ષા સ્ટેન્ડ કાયમી/હંગામી વિગેરે મુજબની માહિતી સાથે નીચે જણાવેલ પોલીસ કર્મચારીઓનો લગત પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે.
સીટી એ ડિવીઝન માટે હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ મોરી મો.નં. 9723965635, હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ પરમાર મો.નં. 7878407999, એ.એસ.આઈ. રાજેશભાઈ વેગડ મો.નં. 82001 41492 નો સંપર્ક કરવો. સીટી બી ડિવીઝન માટે હેડ કોન્સ્ટેબલ સંજયભાઇ પરમાર મો.નં. 81401 80832, પોલીસ કોન્સ્ટેબલ સાજીદભાઈ બેલીમ મો.નં. 70168 06060, પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ વાઢેર મો.નં. 84684 30303 નો સંપર્ક કરવો. સીટી સી ડિવીઝન માટે પોલીસ કોન્સ્ટેબલ હાર્દિકભાઈ ગાગીયા મો.નં. 97131 20648, હેડ કોન્સ્ટેબલ ફૈઝલભાઇ ચાવડા મો.નં. 83208 70859 નો સંપર્ક કરવાનો રહેશે. પોલીસ દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે કે તમામ રિક્ષા ચાલકો વહેલી તકે પોતાના વિસ્તારના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી PS Identification Number મેળવી લે.
(3:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
