<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th May 2026

મોરબીના પંચાસર રોડ પર ડીમોલીશનનો વિરોધ, વૈકલ્પિક રહેણાંક આપવા માંગ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૯: મોરબીના પંચાસર રોડ સ્થિત સાવરની પાળ વિસ્તારના રહેવાસીઓએ આજે મ્યુનીસીપલ કમિશ્નરને આવેદન પાઠવી જણાવ્યું છે કે પંચાસર રોડ ખાતે વર્ષોથી વસવાટ કરીએ છીએ હાલ મહાપાલિકા દ્વારા આખરી નોટીસ આપવામાં આવ્યો છે કે એક અઠવાડિયામાં મકાન ખાલી કરી દેવા અન્યથા અંદાજે ૩૦૦ જેટલા મકાનોનું ડીમોલીશન કરવામાં આવશે વિસ્તારમાં મોટાભાગે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો છે જેઓ વર્ષોથી વસવાટ કરી પોતાનું જીવન નિર્વાહ ચલાવી રહ્યા છે મકાન ખાલી કરવાની ફરજ પડતા પરિવારો રસ્તા પર આવી જવાની સ્થિતિમાં છે બાળકોના અભ્યાસ, મહિલાઓની સુરક્ષા, વૃદ્ધો તથા રોજગાર ઉપર ગંભીર અસર પડશે

(10:30 AM IST)