તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 2nd May 2026
ખેત ઉત્પાદન જણસીના ટેકાના ભાવો વધારવા રજૂઆત
દેશના ખેડુતોની આવક બમણી થાય તેવા વડાપ્રધાનના સરાહનીય પ્રયાસોની પ્રસંસા

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર, તા.૨: ખેડુતોને આત્મનિર્ભર બનાવવા માટે ખેત ઉત્પાદન જણસીના ટેકાના ભાવો વધારવા વિસાવદર યાર્ડના ચેરમેન વિનુભાઈ હપાણીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સમક્ષ લેખિત રજૂઆત કરી છે તેમણે દેશના ખેડુતોની આવક બમણી થાય તેવા વડાપ્રધાનના સરાહનીય પ્રયાસોની પ્રસંસા કરી છે.
હપાણીએ જણાવ્યું છે કે, દેશના ખેડુતોને આત્મનિર્ભર બનાવવા માટે ખેત ઉત્પાદન જણસીના ટેકાના ભાવો વધારવા જરૂરી છે.
વડાપ્રધાનને સંબોધિત પત્રમાં હપાણીએ જણાવ્યું છે કે,દેશના ખેડુતોની આવક બમણી થાય તેવા પ્રયત્નો હાથ ધરાઈ રહયા છે. ભારત દેશનો ખેડુત આત્મનિર્ભર બને તેવુ સપનુ આપ સાહેબનુ છે. વર્ષ ૨૦૨૬-૨૭ માટે ખેડુત જણસના ભાવોમા કેન્દ્ર સરકાર દ્વારા નીચે મુજબનો વધારો થાય તેવી અમારી રજુઆત છે.
(૧) મગફળી ૨૦ કીલોના રૂ.૧૭૦૦(૨) કપાસ ૨૦ કીલોના રૂ. ૧૮૦૦ (૩) સોયાબીન ૨૦ કીલોના રૂ. ૧૩૦૦ (૪) તુવેર ૨૦ કીલોના રૂ. ૨૦૦૦ (૫) ઘઉં ૨૦ કીલોના રૂ. ૬૦૦ (૬) અડદ ૨૦ કીલોના રૂ. ૨૦૦૦ (૭) મગ ૨૦ કીલોના રૂ. ૨૦૦૦ (૮) તલ ૨૦ કીલોના રૂ. ૨૩૦૦ (૯) ચણા ૨૦ કીલોના રૂ. ૧૫૦૦ હાલની પરિસ્થિતીમા ખેડુતને રાસાયણીક ખાતર,ડીઝલ અને ખેતમજુરીના ભાવો પણ અસહય છે તેમા રાહત મળી રહે તેવા આશયથી ઉપર જણાવ્યા મુજબનો કેન્દ્ર સરકાર દ્વારા થતી ટેકાના ભાવની ખરીદીનો લાભ મળી રહે અને દેશના ખેડુત આત્મનિર્ભર બને તેવી રજુઆત છે.
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
