<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th October 2026

જૂનાગઢ મકરાણી બ્લોચ સમાજનું ગૌરવ : કુ. રોઝમીન બ્લોચની વિદ્યા સહાયક તરીકે પસંદગી

કુ. રોઝમીને શિક્ષિકા બનવાના ધ્યેય સાથે જૂનાગઢ ગવર્નમેન્ટ પીટીસી કોલેજમાં અભ્યાસ કર્યો હતો.

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર : જૂનાગઢ અજંટા સિનેમાના એક સમયના જવામર્દ કર્મચારી તરીકે જબરી સુવાસ ધરાવતા સ્વર્ગસ્થ ગુલાબભાઈ મકરાણીની પૌત્રી તથા મુળ દુધાળા (ગીર)નાં વતની હાલ વિસાવદર સ્થાયી મકરાણી ગફૂરભાઈ વજીરમહંમદભાઈ આલાજયની દોહિત્રી કુ. રોઝમીન સાજીદભાઈ મકરાણીની ધો.૧થી ૫માં વિદ્યા સહાયક તરીકે પસંદગી થઈ છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, કુ.રોઝમીને જે તે વખતે ધો.૧૨માં સારા ગુણ સાથે ઉત્કૃષ્ટ સિધ્ધિ મેળવતા તેમને મેરીટ આધારિત પીટીસીમાં ગવર્નમેન્ટ કવોટામાં એડમિશન મળી ગયેલ હતું. જેથી કુ. રોઝમીને શિક્ષિકા બનવાના ધ્યેય સાથે જૂનાગઢ ગવર્નમેન્ટ પીટીસી કોલેજમાં અભ્યાસ કર્યો હતો. જે તેમનો ધ્યેય માત્ર ૨૦ વર્ષની વયે જ સિદ્ધ થતા પિતા: સાજીદભાઈ, માતા: જેનુબેન, લઘુબંધુ: આદિલ સહિત બ્લોચ મકરાણી પરિવારમાં આનંદની લાગણી છવાઇ છે અને સાર્વત્રિક અભિનંદન વર્ષા થઈ રહી છે.

(9:03 PM IST)