<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th May 2026

સાવરકુંડલામાં રાત્રે દબાણ હટાવ ઝૂંબેશ

(ઈકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૧૫: વર્ષોથી કાનૂની લડત ચાલતી હતી. તેવા પાલા કેબિન વાળાઓને પોતાના પાલાઓ હટાવી લેવાનો આદેશ આવતા શહેરના પાલા કેબિન ગત તારીખ ૩૦....૪...૨૦૨૬ ના રોજ પોતાની  પોતાના પાલા કેબિન હટાવી લીધા હતા અને તે પાલા વાળાઓએ તળિયેથી કરેલા બાંધ કામ દૂર કરવાનું બાકી હોવાથી વહીવટી તંત્રએ અગાઉ જાણ કરેલ કે ઓટા દૂર કરી લેવા અન્‍યથા વહીવટી તંત્ર દ્વારા દૂર કરી દેવામાં આવશે તેવું જણાવેલ હતું.

ત્‍યારે રાત્રે બાર વાગ્‍યાના ટકોરે મામલતદાર શ્રી અને તેમનો સ્‍ટાફ અને નગર પાલિકાના ચીફ ઓફિસર તથા સ્‍ટાફની હાજરીમાં નડતર ઓટાઓ અને પ્‍લીથનું ડિમોલેશન કરવામાં આવેલ હતું. આ ડિમોલેશનની કામગીરીમાં સાવરકુંડલા ટાઉન અને તાલુકા પોલીસ અધિકારીઓ પોલીસ સ્‍ટાફની ચુસ્‍ત અને કડક બંદોબસ્‍ત  વચ્‍ચે કરવામાં આવેલ હતી. 

(1:48 PM IST)